Home Bibles લેવીય 10:17 · ગુજરાતી બાઇબલ
લેવીય 10:17 · ગુજરાતી બાઇબલ

અને તેણે કહ્યું, “તમે એ પાપાર્થાર્પણ પવિત્રસ્થઆનમાં શા માંટે ન ખાધું? તે અત્યંત પવિત્ર છે, એ તમને લોકોના દોષ દૂર કરી, યહોવા સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવા આપેલ હતું.

Cross references

નિર્ગમન 28:38

હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇસ્રાએલીઓ જે દાન આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માંથે લઈ લે. અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવા એ પવિત્ર દાનથી પ્રસન્ન રહે.

નિર્ગમન 28:43

હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાત મંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા જાંધિયા પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માંટે આ કાયમી કાનૂન સદાને માંટે છે.”

લેવીય 6:24

પછી યહોવાએ મૂસાને કહ્યું,

લેવીય 7:6

“યાજકના પરિવારનો કોઈ પણ પુરુષ સભ્ય તે જમી શકે. તે અતિ પવિત્ર છે; તેથી તે પવિત્ર જગ્યાએ જ જમવું.

લેવીય 16:22

પછી તે બકરો લોકોનાં સર્વ પાપ, જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે, અને આ માંણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.

લેવીય 21:22

તેમ છતાં દેવ સમક્ષ ધરાવેલ અર્પણ પવિત્ર તેમજ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.

લેવીય 22:16

યાજકે પવિત્ર અર્પણોને બીજા લોકોને ખાવા દઈને તેમના પાપમાં વધારો ન કરવો અને તેને અપવિત્ર ન કરવું. હું યહોવા અર્પણોને પવિત્ર કરનાર છું.”

ગણના 18:1

યહોવાએ હારુનને કહ્યું, “પવિત્રસ્થાનની સેવાની જવાબદારી તારી, તારા પુત્રોની તેમજ લેવી વંશના બીજા બધા માંણસોની છે. સેવામાં દોષ ન આવે તથા યાજક તરીકેના કાર્યમાં કોઈ પણ દોષ ન રહે તે તારે તથા તારા પુત્રોને જોવાનું છે. તે જવાબદારી પણ તમાંરી જ છે.

યશાયા 53:6

આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

યર્મિયાનો વિલાપ 4:4

“પછી તારા ડાબા પડખે સૂઇ જા, અને તારે ઇસ્રાએલનાં લોકોના અપરાધની ઘોષણા કરવી પડશે, તું જેટલા દિવસ ડાબે પડખે સૂઇ રહેશે તેટલા દિવસ ઇસ્રાએલના પાપોના અપરાધની ઘોષણા કરવી જોઇશે.

યર્મિયાનો વિલાપ 18:19

“છતાં તમે પૂછો છો શા માટે પિતાનાં પાપોની શિક્ષામાં પુત્ર ભાગીદાર નથી?’ પુત્રે જે યોગ્ય છે તે કર્યું છે અને ખૂબ કાળજીપૂર્વક મારા નિયમોનું પાલન કર્યું છે, તેથી તે જરૂર જીવતો રહેશે.

યોહાન 1:29

બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે!

2 કરિંથીઓને 5:21

ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે માટે પાપરૂપ કર્યો. દેવે આમ અમારાં માટે કર્યુ કે જેથી અમે ખ્રિસ્તમાં દેવ સાથે સત્યનિષ્ઠ બની શકીએ.

હિબ્રૂઓને પત્ર 9:28

તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોના પાપ પોતાને માથે લેવા એક જ વખતે બલિદાન આપ્યું અને હવે તે લોકોના પાપ માટે નહિ પરંતુ જેઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા ખ્રિસ્ત બીજી વખત આવનાર છે.

1 પિતરનો પત્ર 2:24

વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં.

Interlinear

Choose Theme