Home Bibles લેવીય 10:16 · ગુજરાતી બાઇબલ
લેવીય 10:16 · ગુજરાતી બાઇબલ

મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની તપાસ કરી, તો ખબર પડી કે તેને હોમી દેવામાં આવ્યો હતો, તે હારુનના જીવતા રહેલા પુત્રો એલઆઝાર અને ઈથામાંર પર ગુસ્સે થયો.

Cross references

નિર્ગમન 32:19

જ્યારે તેઓ છાવણી પાસે આવ્યા ત્યારે મૂસાએ વાછરડું અને નાચગાન જોયાં, મૂસાનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે પર્વતની તળેટીમાં હાથમાંની તકતીઓ નીચે પછાડીને ચૂરેચૂરા કરી નાખ્યા.

લેવીય 6:26

વિધિ કરનાર યાજકે એ મુલાકાત મંડપના ચોકમાં પવિત્રસ્થાને જમવું.

લેવીય 6:30

પરંતુ જો પાપાર્થાર્પણનું લોહી મુલાકાત મંડપમાં લાવીને પાપાર્થાર્પણમાં વપરાયું હોય તો પાપાર્થાર્પણ યાજકોએ ખાવો નહિ. અને અગ્નિમાં પૂરેપૂરો હોમી દેવો.

લેવીય 9:3

ત્યારબાદ તું ઇસ્રાએલીઓને પાપાર્થાર્પણ તરીકે એક બકરો અને આહુતિ તરીકે ખોડખાંપણ વગરનો એક વરસનો વાછરડો અને એવું જ એક ઘેટાનું બચ્ચું.

લેવીય 9:15

પછી તે લોકો માંટે અર્પણ લાવ્યો, અને પોતાના પાપાર્થાર્પણની વિધિ પ્રમાંણે તેણે બકરાનો વધ કર્યો અને બલિદાન આપ્યું.

ગણના 12:3

મૂસા તો ખૂબ નમ્ર માંણસ હતો એના જેવો નમ્ર માંણસ વિશ્વમાં પણ મળે નહિ.

એઝરા 7:5

બુક્કી અબીશુઆનો પુત્ર હતો. અબીશુઆ ફીનહાસનો પુત્ર હતો; ફીનહાસ એલઆઝારનો પુત્ર હતો; એલઆઝાર પ્રમુખ યાજક હારુનનો પુત્ર હતો.

માથ્થી 5:22

પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.

માર્ક 3:5

ઈસુએ લોકો તરફ જોયું. તે ગુસ્સામાં હતો પણ તેને ઘણું દુ:ખ થયું. કારણ કે તેઓ કઠણ હૃદયના હતા. ઈસુએ તે માણસને કહ્યું, ‘મને તારો હાથ જોવા દે.’ તે માણસે તેનો હાથ ઈસુ આગળ લંબાવ્યો. અને તે સાજો થઈ ગયો.

માર્ક 10:14

ઈસુએ શું બન્યું તે જોયું. તેના શિષ્યોએ બાળકોને નહિ આવવા માટેનું કહેવું તેને ગમ્યું નહિ. ઈસુએ તેઓને કહ્યું, ‘નાનાં બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ. કારણ કે દેવનું રાજ્ય એ લોકોનું છે જેઓ આ નાનાં બાળકો જેવાં છે.

એફેસીઓને પત્ર 4:26

જ્યારે તમે ક્રોધિત થાઓ ત્યારે પાપ કરવા ન પ્રેરાશો. અને આખો દિવસ ક્રોધિત પણ ન રહેશો.

Interlinear

Choose Theme