Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 3:50 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 3:50 · ગુજરાતી બાઇબલ

નિરંતર મારી આંખમાંથી આંસુઓ વહે છે.

Cross references

ગીતશાસ્ત્ર 80:14

હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો, અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.

ગીતશાસ્ત્ર 80:15

તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે, જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.

ગીતશાસ્ત્ર 102:19

તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.

યશાયા 62:6

“હે યરૂશાલેમ, મેં તારા કોટ પર પહેરેગીરો ગોઠવ્યા છે, તેઓ રાતે કે દિવસે કદી મૂંગા નહિ રહે.હે યહોવાને યાદ કરાવનારાઓ, તમે પોતે જંપશો નહિ,

યશાયા 63:15

હે યહોવા, ઉપર સ્વર્ગમાંથી નીચે ષ્ટિ કર, તારા ભવ્ય અને પવિત્રસ્થાનમાંથી ષ્ટિપાત કર. ક્યાં છે તારી શકિત? ક્યાં છે તારી અમારા પ્રત્યેની હૃદયની ઘેલછા? ક્યાં છે તારો ઊભરાતો પ્રેમ અને તારી દયા? એને તું અટકવતો લાગે છે!

યશાયા 64:1

તમે આકાશ ફાડીને નીચે ઉતરી આવો! જેથી પર્વતો તમારી હાજરીમાં કંપી ઊઠે!

યર્મિયાનો વિલાપ 2:20

આજુબાજુ જુઓ હે યહોવા! જો તું કોને દુ:ખી કરી રહ્યો છે? શું માતાઓ તેમના જ પોતાના બાળકોને ખાય? શું તારા યાજકો અને પ્રબોધકોને તારા જ પવિત્રસ્થાનમાં મારી નાંખવામાં આવે?

યર્મિયાનો વિલાપ 5:1

હે યહોવા, અમારા પર શું શું વીત્યું છે તેનું સ્મરણ કર; ને અપમાન પર નજર કર.

દારિયેલ 9:16

હે યહોવા, તમે અનેક વખત અમને ઉગાર્યા છે; તમારા ન્યાયને માટે તે રીતે હવે તમે યરૂશાલેમ ઉપરથી તમારો રોષ ઉતારી નાખો. એ તો તમારી નગરી છે, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપોને કારણે અને અમારા પિતૃઓના અપરાધોને કારણે યરૂશાલેમ અને તમારી પ્રજા આસપાસના લોકોમાં હાંસીપાત્ર બની ગયાઁ છે.

Interlinear

Choose Theme