Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 54:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 54:6 · ગુજરાતી બાઇબલ

હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું; હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.

Cross references

પુનર્નિયમ 12:6

ત્યાં જ તમાંરે તમાંરાં બધાં દહનાર્પણો અને અન્ય અર્પણો જે વેદી પર અર્પિત કરવામાં આવશે, કૃષિ ઉપજનો દશમો ભાગ, કૃષિ ઉપજના અન્ય અર્પણો, તમાંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનાં ખાસ અર્પણો, તમાંરી ખાસ ભેટો અને તમાંરાં ઘેટા, બકરાંના તથા ઢોરઢાંખરના પ્રથમજનિતો લાવવાં.

ગીતશાસ્ત્ર 7:17

હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ. કારણ, તે ન્યાયી છે. હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

ગીતશાસ્ત્ર 21:13

હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ; અને તમારા મહાન કમોર્ની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.

ગીતશાસ્ત્ર 50:14

તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.

ગીતશાસ્ત્ર 52:9

હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ. તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.

ગીતશાસ્ત્ર 66:13

દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ, હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.

ગીતશાસ્ત્ર 92:1

યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.

ગીતશાસ્ત્ર 107:22

તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો. યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.

ગીતશાસ્ત્ર 116:17

હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ, અને હું યહોવાના નામે પોકારીશ.

ગીતશાસ્ત્ર 118:7

યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે; તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.

ગીતશાસ્ત્ર 140:13

યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.

ગીતશાસ્ત્ર 147:1

તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ. આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ. કારણકે તે સારું અને ગમતું છે.

Interlinear

Choose Theme