“મેં મદદ માટે, હાથ લાંબા કર્યા છે, પણ મને દિલાસો આપનાર કોઇ નથી. યહોવાએ મારી આસપાસના શત્રુઓને મારી પર હુમલો કરવા કહ્યું છે. અને તેઓ મને અસ્પૃશ્ય ગણે છે .”
Cross references
“સ્ત્રી માંસિક ઋતુમાં હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
ત્યારબાદ સુલેમાંને યહોવાની વેદી સમક્ષ ઊભા રહીને સમગ્ર ઇસ્રાએલી સમાંજના દેખતાં આકાશ તરફ પોતાના હાથ ફેલાવ્યા,
અને ઇસ્રાએલના લોકો જ્યારે ખરી લાગણી સાથે પશ્ચાતાપ કરે અને આ મંદિરમાં હાથ પ્રસારીને તમાંરી પ્રાર્થના કરવા આવે.
આથી યહોવાએ બાબિલ, અરામ, મોઆબ અને આમ્મોનના સશસ્ત્ર સૈનિકોને તેની સામે લડવા મોકલ્યા. અને આમ, યહોવાએ પોતાના પ્રબોધકો મારફતે જણાવ્યા મુજબ યહૂદાને ખેદાન-મેદાન કરી નાખ્યું.
તેના શાસનના નવમા વર્ષમાં, દશમાં મહિનાના, દશમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાની આખી સેના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો, તેણે એ શહેરને ઘેરો ઘાલ્યો અને ચારે બાજુ ઘેરાના ઢાળીયા બાધ્યાં.
ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો, અને દુનિયા પર થતાં ત્રાસ અને દુ:ખ નિહાળ્યાં. ત્રાસ સહન કરનારાઓનાં આંસુ લૂછનાર અને તેમને સાંત્વના આપનાર કોઇ નહોતું; તેઓના પર ત્રાસ કરનારાઓ શકિતશાળી હતાં.
“પણ જો તમે મારી સામે તમારો હાથ ઉગામશો, ત્યારે હું મારી આંખો ફેરવી લઇશ. હવે વધારે હું તમારી પ્રાર્થનાઓને નહિ સાંભળું, કેમકે તમારો હાથ લોહીથી ખરડાયેલો છે.
“હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી દિલાસા વિહોણી નગરી! હું તને નીલમના પાયા ઉપર ફરીથી ચણી લઇશ અને મૂલ્યવાન પથ્થરોમાંથી તમારા ઘરની ભીંતો બનાવીશ.
હું કોઇની પ્રસવવેદનાની ચીસ જેવી ચીસ સાંભળું છું. પ્રથમ બાળકને જન્મ આપતી વખતે પ્રસૂતિની વેદનાથી કષ્ટાતી સ્ત્રીના સાદ જેવો અવાજ મેં સાંભળ્યો છે. એ તો મારા લોકોનો અવાજ છે. તેઓ હાંફી ગયા છે તેઓ પોતાના હાથને ખેંચી રહ્યા છે અને રડે છે, “અમે ડૂબી ગયા છીએ, અમારો સંહાર કરી રહ્યા છે, તેની સામે અમે બેભાન થઇ રહ્યા છીએ.”
ઘેટાંપાળકો પોતાનાં ટોળા લઇને ત્યાં આવે છે. એની ફરતે તંબુઓ નાંખે છે, દરેક જણ પોતાને ગમે તે જગ્યાએ ચરશે.
યહોવા કહે છે, “કોણ તારી દયા ખાશે, હે યરૂશાલેમ? કોણ તારે માટે શોક કરશે? તારી ખબર અંતર પૂછવાની તસ્દી પણ કોણ લેશે?
“કારણ કે આ લોકો પાસેથી મેં મારી શાંતિ પાછી ખેંચી લીધી છે, મેં મારો પ્રેમ અને મારી દયા પાછા ખેંચી લીધા છે. આ દેશમાં ઊંચ કે નીચ જે કોઇ મરશે, તેને નહિ કોઇ દફનાવે કે તેનો નહિ કોઇ શોક કરે: તેમને માટે નહિ કોઇ પોતાના શરીર પર ઘા કરે કે નહિ કોઇ માથું મુંડાવે.
ઇસ્રાએલનો દેવ યહોવા આ પ્રમાણે કહે છે; ‘કોટની બહાર ઘેરો ઘાલીને પડેલા બાબિલના રાજા અને તેની સૈના સામે તમારા જે યોદ્ધાઓ લડી રહ્યા છે, તેમણે પાછા હઠી શહેરની મધ્યમાં આવવું પડશે.
હું હુકમ કરીશ, અને બાબિલના સૈન્યોને પાછા બોલાવીશ, તેઓ આ નગર પર હુમલો કરશે, એને જીતી લઇને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન ઉજ્જડ જગ્યા બનાવીશ.”‘ આ યહોવાના વચન છે.
તે રાત્રે પોક મૂકી રડે છે, ને તેના ગાલે અશ્રુધારા વહે છે; આશ્વાસન આપનાર કોઇ રહ્યું નથી, તેણીના મિત્રોએ તેને છેતરી છે અને તેણી જેઓને ચાહે છે તેઓ તેના શત્રુ થયા છે.
યરૂશાલેમે ઘોર અપરાધ કર્યો છે, તેથી જ તે અશુદ્ધ સ્ત્રીની જેમ થઇ પડ્યું છે. જેઓ તેને માન આપતા હતા તેઓ તેને તુચ્છ ગણે છ,ે કારણ કે, તેઓએ તેની નગ્નતા જોઇ લીધી છે. અને તે પોતે મોં સંતાડીને નિસાસા નાખ્યા કરે છે.
તેણીની અશુદ્ધતા તેના ઝભ્ભાની કિનારી સુધી ફેલાઇ ગઇ હતી, જેઓ તેને પહેલા માન આપતાં હતા, અત્યારે તેને નાપસંદ કરે છે, કારણ કે તેઓએ તેની નગ્નતાને જોઇ છે. અને તે પોતે જ નિસાસા નાખે છે અને પોતાનું મોઢું ફેરવી લે છે.
“તેથી હું રડું છું.” અને તેથી મારી આંખો આંસુઓથી ભીંજાય છે. મારા જીવનમાં જીવ લાવનાર અને આશ્વાસન આપનાર કોઇ નથી, મારા સંતાનોનો નાશ થયો છે, કારણકે શત્રુઓએ તેમને હરાવ્યાં છે.”
“મે મારા મિત્રોને હાંક મારી, પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો, મારા યાજકો અને વડીલો શહેરમાં ભૂખને સંતોષવા ભિક્ષા માગતાં મરણ પામ્યા.”
“જ્યારે હું નિસાસા નાખતો હતો, તે તેઓએ સાંભળ્યું છે. મને દિલાસો આપનાર કોઇ નથી; મારા બધા દુશ્મનોએ મારા દુ:ખ વિષે સાંભળ્યંુ છે. તેઓ ખુશ છે કે આ બધું તેં પોતે કર્યું છે. તેં જે દિવસ માટે વચન આપ્યું છે તે આવવા દે, તેઓને પણ મારા જેવા થવા દે.”
યહોવાએ ક્રોધે ભરાઇને સિયોન પર અંધકાર ફેલાવ્યો છે; તેણે આકાશમાંથી દુનિયા પર ઇસ્ત્રાએલના આકર્ષક ગૌરવને ટપકાવ્યો છે. જ્યારે તે ક્રોધે ભરાયો હતો ત્યારે તેના પાયાસનને પણ ભૂલી ગયો.
યહોવાએ જે વિચાર્યુ તે કર્યું અને તે સાચું પડ્યું; તેનો ભય, જેમ તેણે પ્રાચીનકાળમાં ચેતવણી આપી હતી તેમ તેણે નિર્દયપણે ભયંકર વિનાશ કર્યો. અમને નીચા પડતા જોઇ શત્રુઓને ખુશ કરવા સારું આ તક આપી છે, તેણે તમારા શત્રુઓને ઘમંડી બનાવ્યા છે.
તેઓને જ્યારે જોયા ત્યારે લોકો બૂમો પાડી ઉઠયા; હે અશુદ્ધ લોકો, અમને અડકશો નહિ, તેના કારણે તેઓ શહેરને છોડીને આમતેમ ભટકવા લાગ્યાં. રાષ્ટો વચ્ચે પણ એમ કહેવામાં આવ્યું હતું કે, “તેઓ અમારી વચ્ચે હવે જરાપણ વધારે રહે નહિ.”
“મારા લોકોને માટે સાંકળો તૈયાર કરો. કારણ કે સમગ્ર દેશ લોહીથી ખરડાયેલો છે. ગામેગામ હિંસા ફાટી નીકળી છે.
“હે મનુષ્યના પુત્ર, જ્યારે ઇસ્રાએલીઓ પોતાની ભૂમિમાં વસતાં હતાં ત્યારે તેમણે તેને પોતાના વર્તાવ અને દુષ્કૃત્યોથી અશુદ્ધ કરી હતી. મારી સામે તેઓ રજસ્વલા સ્ત્રીની જેમ ચાલતાં હતાં. મારે મન તેમનો વર્તાવ ગંદો અને ધૃણાજનક હતો.
ઇસ્રાએલ હડપ થઇ ગયું છે. વિદેશીઓમાં આજે તેની કિંમત ફૂટેલાં વાસણ જેવી છે.
હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો તારી આજુબાજુ દીવાલ બાંધશે અને તને દુશ્મનો ચારે બાજુથી ઘેરી લેશે. તેઓ તને સપડાવશે અને પકડશે.