Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 4:15 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 4:15 · ગુજરાતી બાઇબલ

તેઓને જ્યારે જોયા ત્યારે લોકો બૂમો પાડી ઉઠયા; હે અશુદ્ધ લોકો, અમને અડકશો નહિ, તેના કારણે તેઓ શહેરને છોડીને આમતેમ ભટકવા લાગ્યાં. રાષ્ટો વચ્ચે પણ એમ કહેવામાં આવ્યું હતું કે, “તેઓ અમારી વચ્ચે હવે જરાપણ વધારે રહે નહિ.”

Cross references

લેવીય 13:45

“જે વ્યક્તિને કોઢ થયો હોય તેણે પોતાનાં વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખરાયેલા રહેવા દેવા, ઉપરનો હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો. અને બૂમો પાડવી, હું અશુદ્ધ છું, હું કોઢી છું.

યર્મિયાનો વિલાપ 1:3

તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે સ્થિર થયા છે. અને તેમની પાસે વિશ્રામનું સ્થળ નથી. યહૂદાની પ્રજા દેશવટે ગઇ છે. તેમને સખત પરિશ્રમ કરવા માટે મજબૂર કરાય છે. જેઓએ તેમનો પીછો કર્યો હતો તેમણે તેઓને પકડી લીધા છે. તેઓ ભાગી શક્યા નહિ.

Interlinear

Choose Theme