Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 1:10 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 1:10 · ગુજરાતી બાઇબલ

બધી કિંમતી વસ્તુઓ પર શત્રુએ પોતાનો હાથ મૂક્યો છે, ને તેણે પોતાના મંદિરમાં વિધમીર્ પ્રજાને પ્રવેશ કરતી જોઇ છે; જ્યાં યહોવાએ તે વિદેશીઓને પ્રવેશવાની મનાઇ કરી હતી.

Cross references

પુનર્નિયમ 23:3

“કોઇ આમ્મોનીને કે મોઆબીને અથવા દશ પેઢીના તેમના કોઈ પણ વંશજને યહોવાની ઉપાસના માંટેની સભામાં દાખલ ન કરવાં;

પુનર્નિયમ 23:4

આ નિયમનું કારણ છે કે જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે આ પ્રજાએ પાણી અને રોટલી લઈને માંર્ગમાં તમને આવકાર પણ આપ્યો નહિ. વળી તમને શ્રાપ આપવા તેઓએ અરામનાહરાઈમના પથોરથી બયોરના પુત્ર બલામને પૈસાની લાલચ આપી બો લાવ્યો.

2 કાળવ્રત્તાંત 36:18

તે યહોવાના મંદિરની નાનીમોટી બધી જ સામગ્રી તેમજ મંદિરમાંના, રાજાના અને તેના અમલદારોના ખજાના, બધું જ બાબિલ લઇ ગયો.

નહેમ્યા 13:1

તે દિવસે મૂસાનું પુસ્તક લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. ત્યાં તેમને એવું લખાણ મળ્યું કે, કોઇ પણ આમ્મોનીને કે મોઆબીને દેવની મંડળીમાં કદી દાખલ ન કરવો.

ગીતશાસ્ત્ર 74:4

તમે જ્યાં અમારી મુલાકાત લો છો, તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.

ગીતશાસ્ત્ર 79:1

હે દેવ, વિદેશી રાષ્ટોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે. અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે. અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.

યશાયા 5:13

“પરિણામે મારા લોકો અજ્ઞાનતાને કારણે દેશનિકાલ થયા છે, અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે, ને તેમના સામાન્ય લોકો તરસથી મરશે.

યશાયા 63:18

થોડા સમય માટે, તમારા પવિત્ર લોકો તમારા પવિત્ર ધામને ધરાવતા હતાં, પણ હવે અમારા શત્રુઓએ તમારા મંદિરને રોળી નાખ્યું છે.

યશાયા 64:10

તમારાં પવિત્ર નગરો અત્યારે નિર્જન પ્રદેશ જેવા થઇ ગયા છે, સિયોન વેરાન થઇ ગયું છે. યરૂશાલેમ ઉજ્જડ અરણ્ય થઇ ગયું છે.

ચર્મિયા 15:13

હું તમારી મિલકતોને અને ખજાનાઓને લૂંટાવી દઇશ. લોકોએ આના માટે કશું ભરવું નહી પડે. આનુ કારણ એ છે કે આખા દેશમાં તમે બધાયે મારી વિરુદ્ધ આચરેલા પાપ.

ચર્મિયા 20:5

આ શહેરની સર્વ સંપત્તિ, એના બધા ભંડારો અને કિમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાનો બધો ખજાનો હું તેમના શત્રુઓને સોંપી દઇશ, શત્રુઓ લૂંટમાર કરીને એનો કબજો લેશે અને બાબિલ લઇ જવામાં આવશે.

ચર્મિયા 27:19

બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તથા યહૂદિયાના તેમ જ યરૂશાલેમના સર્વ કુલીન લોકોને યરૂશાલેમમાંથી બાબિલમાં બંદીવાસમાં લઇ ગયો.

ચર્મિયા 27:21

જે પાત્રો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરૂશાલેમમાં હજુ રહેલા છે, તેના વિષે હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, આમ કહું છું;

ચર્મિયા 51:51

લોકો કહે છે, “તે અત્યાચારોની વાતો સાંભળીને આપણે સૌ લજવાઇ મરીએ છીએ, આપણે લજ્જિત થયા છીએ, કારણ કે, વિદેશીઓ યહોવાના મંદિરના પવિત્રસ્થાનોમાં પેસી ગયા છે.”

Interlinear

Choose Theme