Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 7:22 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 7:22 · ગુજરાતી બાઇબલ

તેઓ મારા મંદિરને ષ્ટ કરશે ત્યારે હું તે તરફથી મારું મુખ અવળું ફેરવી લઇશ અને તેઓને અટકાવીશ નહિ, લૂંટારુઓ એમાં પ્રવેશ કરશે અને તેને ષ્ટ કરશે.

Cross references

ગીતશાસ્ત્ર 10:11

તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે? દેવ ભૂલી ગયા છે? તેમણે પોતાનું મુખ જોયુ નથી, સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”

ગીતશાસ્ત્ર 35:22

હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો, હવે તમે શાંત બેસી રહેશો નહિ; અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.

ગીતશાસ્ત્ર 74:10

હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું તમે તેઓને સદા આમ કરવા દેશો?

ગીતશાસ્ત્ર 74:18

હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે, મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે, આ વસ્તુઓ યાદ રાખો.

ચર્મિયા 18:17

મારા લોકોને હું પૂર્વના વાયરાની જેમ દુશ્મનો આગળ વેરવિખેર કરી નાખીશ. તેમની આફતને વખતે હું તેમના તરફ પીઠ ફેરવીશ, જોઇશ સુદ્ધાં નહિ.”

યર્મિયાનો વિલાપ 24:21

તમને ઇસ્રાએલીઓને યહોવા મારા માલિક કહે છે કે, ‘જે પવિત્રસ્થાન માટે તમે ગર્વ લો છો, અને જેને માટે તમારું અંતર તલસે છે તેનો હું પોતે જ ધ્વંસક છું. તમારાં જે પુત્રપુત્રીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તરવારનો ભોગ બનશે.

યર્મિયાનો વિલાપ 39:23

બધી પ્રજાઓ જાણશે કે ઇસ્રાએલીઓએ પાપ કર્યા હતા, તેઓ મને વિશ્વાસઘાતી નીવડ્યા હતા. માટે તેમને દેશવટે જવું પડ્યું હતું. એથી મેં તેમનાથી વિમુખ થઇને તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા, અને તેઓ બધા જ તરવારનો ભોગ બન્યા હતા.

Interlinear

Choose Theme