મિદ્યાન પાસે ગિદિયોન અને તેની સાથેના 100 માંણસો મધરાતી ચોકીની શરૂઆતમાં જ્યારે તેઓએ સંત્રીઓ હજી હમણાં જ બદલ્યા હતા. ત્યાં છાવણીમાં પહોંચ્યા એ લોકોએ તેમના રણશિંગડાં ફૂંકયાં અને હાથમાંની બરણીઓ ફોડી નાખી.
Cross references
પછી પ્રભાતના પ્રથમ પહોરમાં વાદળ અને અગ્નિના સ્તંભમાંથી યહોવાએ મિસરીઓના સૈન્ય પર દૃષ્ટિપાત કરીને તેમના પર હુમલો કરી તેમનો પરાજય કર્યો.
તેણે 300 સૈનિકોનું સૈન્ય લીધું અને તેને ત્રણ ટૂકડીઓમાં વહેંચી નાખ્યું, તેણે દરેક માંણસને એક રણશિંગડુ આપ્યું અને એક ખાલી બરણી તેમાં મશાલ મૂકીને આપી.
તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.
પણ તું તેઓને કહે; ‘તમે મારા માટે ગેરસમજ કરો છો. મારું કહેવું આ છે, કે દેશના બધાં રહેવાસીઓને એટલે કે, દાઉદના રાજ્યાસન પર બેઠેલા રાજાને, યાજકોને, પ્રબોધકોને અને સર્વ સામાન્ય લોકોને હું છાકટાપણાથી ભરી દઇશ.”‘
ત્યારબાદ યહોવાએ યમિર્યાને કહ્યું, “જા, અને એક માટીની બરણી ખરીદી લાવ, ત્યાર પછી લોકોના કેટલાક આગેવાનોને અને કેટલાક યાજકોને તારી સાથે લઇ લે.
“મધ્યરાત્રીએ કોઈકે જાહેરાત કરી કે, ‘વરરાજા આવી રહ્યો છે! તો ચાલો આપણે તેને મળવા જઈએ!”
તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે.
“ધ્યાનથી સાંભળ! અચાનક એક ચોર આવે છે, તેવી રીતે હું આવું છું. તે વ્યક્તિને ધન્ય છે જે તેનાં વસ્ત્રો તેની પાસે રાખે છે અને જાગૃત રહે છે. જેથી તેને વસ્ત્રો વિના બહાર જવું ન પડે. અને લોકો એવું તો નહિ જુએ કે જે જોવાથી તેમને શરમાવું પડે.”