ન્યાયાધીશો 20:45 · ગુજરાતી બાઇબલ
બાકીના સૈનિકો રણમાં રિમ્મોનના કિલ્લા તરફ ભાગી ગયા, ઈસ્રાએલીઓએ રસ્તે જતા 5,000 નો સંહાર કર્યો, અને બાકી રહેલાઓનો ગિદોમ સુધી પીછો કરી તેમાંના બીજા 2,000 માંરી નાખ્યા.
Cross references
યહોશુઆ 15:32
લબાઓથ, શિલ્હીમ, આયિન અને રિમ્મોન અને આસપાસના ગામડાઓ સહિત કુલ 29શહેરો હતા,
ન્યાયાધીશો 21:13
ત્યાર પછી સભાના સમગ્ર લોકોએ બિન્યામીનના કુળસમૂહ જેઓ રિમ્મોનના કિલ્લા પર હતાં ત્યાં સંદેશવાહકને શાંતિ કરવા મોકલ્યો.
1 કાળવ્રત્તાંત 6:77
ઝબુલોનના કુલસમૂહે રિમ્મોન તેનાં ગૌચરો સાથે; અને તાબોર શહેરો અને તેનાં ગૌચરો સાથે; મરારીનાં કુટુંબોને આપ્યાં.
ઝખાર્યા 14:10
યરૂશાલેમની આસપાસનો સમગ્ર પ્રદેશ ઉત્તરમાં ગેબાના મેદાનથી તે દક્ષિણમાં રિમ્મોન સુધી સપાટ મેદાન થઇ જશે, પણ યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી જ્યાં પહેલાં એક દરવાજો હતો, અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષ ગૂંદવાના કૂંડાઓ સુધી, પોતાની જગ્યાએ ઊંચું જ રહેશે.