ઈસ્રાએલના 10,000 પસંદ કરાયેલા માંણસો ગિબયાહ નજીક તેઓના સંતાવાના સ્થાનેથી હુમલો કરવા બહાર આવ્યા તે છતા બિન્યામીન સૈન્યને સમજાયું નહિ કે ઈસ્રાએલ સૈન્યથી તેઓ પર ભયનો આભાસ છે.
Cross references
આયના રાજાએ યહોશુઆના માંણસોને જોયા એટલે તે અને તેના માંણસો ઇસ્રાએલી સેના સાથે લડવા માંટે ઉતાવળે બહાર નિકળ્યા. તેઓએ શહેર છોડ્યું અને યર્દનની ખીણ તરફ ગયા. આયના રાજાને ખબર નહોતી કે નગરની પાછલી બાજુએ માંણસો બધાને માંરી નાખવા માંટે અને શહેર પર હુમલો કરવા સંતાયેલા હતા.
દુષ્ટ લોકો તેઓના જીવન દરમ્યાન સફળ થવાનો આનંદ માણે છે. ત્યાર પછી તેઓ મૃત્યુ પામે છે અને પીડા વગર તેઓની કબરમાં જાય છે.
જ્યારે દુષ્ટોનો માર્ગ અંધકારમય છે, જેમાં પોતે શા માટે ઠોકર ખાધી છે તે પણ તેઓ જાણી શકતા નથી.
દુર્જન પોતાના પાપનાં ફાંદામાં ફસાય છે. સજ્જન આનંદ કરે છે.
દુષ્કમીર્ને દંડ આપવાની આજ્ઞા ત્વરાથી અમલમાં મૂકાતી નથી. અને તેથી લોકોનું હૃદય દુષ્ટકાર્ય કરવામાં નિશ્ચિંત રહે છે.
મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઇ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ભૂંડો સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે
ન્યાયીને માટે સર્વ સારું થશે. માટે તેને કહે કે, “તારું ભલું થશે. તને તારા સારા સુકૃત્યોનો બદલો મળશે જ!”
તેથી અચાનક જ તારા પર એવી આફત આવી પડશે જેને તું નિવારી નહિ શકે, તારા પર એવી વિપત્તિ આવશે જેને તું કોઇ મંત્રતંત્રથી દૂર નહિ કરી શકે, તારી કલ્પનામાં પણ નહિ હોય એટલી ખરાબ તે હશે.
એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે.
“સાવધાન રહો! તમારો સમય ખાવા પીવામાં બગાડો નહિ અથવા દુન્યવી વસ્તુઓની ચિંતા ના કરો. જો તમે એમ કરશો તો તમે સાચો વિચાર કરી શકશો નહિ. અને પછી જો એકાએક અંત આવી પહોંચશે ત્યારે તમે તૈયાર નહિ હોય.
લોકો કહેશે કે, “અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ.” તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે. અને તે લોકો બચી શકશે નહિ.