Home Bibles ન્યાયાધીશો 17:5 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 17:5 · ગુજરાતી બાઇબલ

મીખાહના ઘરમાં મંદિર હતું, ત્યાં તેણે એક એફ્રોદની મૂર્તિ મૂકી અને તેના કુળદેવતાની મૂર્તિઓ બનાવડાવી અને તે મૂર્તિના યાજક તરીકે તેણે તેના પુત્રોમાંથી એક પુત્રને યાજક તરીકે નીમ્યો.

Cross references

ઊત્પત્તિ 31:19

તે સમયે લાબાન પોતાનાં ઘેટાંનું ઊન કાપવા ગયો હતો. તે દરમ્યાન રાહેલે તેના ઘરમાં ધૂસી જઈને પોતાના પિતાના કુળદેવતા ચોરી લાવી.

ઊત્પત્તિ 31:30

મને ખબર છે કે, તું તારે ઘેર જવા ઘણો આતુર છે, એટલે તું ચાલી નીકળ્યો, એ તો જાણે સમજયા, પરંતુ તેં માંરા ઘરમાંથી દેવોને શા માંટે ચોરી લીધા?”

નિર્ગમન 24:5

પછી તેણે કેટલાક ઇસ્રાએલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેમણે યહોવાને દહનાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદો અર્પણ કર્યા.

નિર્ગમન 28:4

તેઓએ આ પોષાક બનાવવાનાં છે. ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો ડગલો, પાઘડી તથા કમરબંધ; તેમણે તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માંટે માંરા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે પહેરવાં માંટે પવિત્ર વસ્ત્રો બનાવવાં.

નિર્ગમન 28:15

“પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કારીગરીવાળું ન્યાયકરણનું ઉરપત્ર બનાવવું, એ સોનરી દોરો, ભૂરા, જાંબુડિયા અને લાલ ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય.

નિર્ગમન 29:9

માંરા શાશ્વત કાનૂનનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે.

ન્યાયાધીશો 8:27

ગિદિયોને તેમાંથી એક એફોદ બનાવડાવ્યો અને તેની સ્થાપના પોતાના નગર ઓફ્રાહમાં કરી. બધા ઈસ્રાએલીઓ યહોવાને છોડીને તેની પૂજા કરવા લાગ્યા અને તે એફોદ ગિદિયોન અને તેના પરિવારના પતનનું કારણ થઈ પડ્યું.

ન્યાયાધીશો 18:14

આ પાંચ જણ જેઓ ‘લાઈશ’ ની આજુબાજુના પ્રદેશમાં લોકો વિશે જાણવા ગયા હતાં તેમણે પોતાના ભાઈઓને કહ્યું, “ત્યાં બધામાંથી એક ઘરમાં ચાંદીની એક મૂર્તિ તથા એક એફ્રોદ અને થોડા ઘરબારના દેવો છે! તમે શું વિચારો છો? આપણે શું કરવું જોઈએ?”

ન્યાયાધીશો 18:24

મીખાહે ગુસ્સામાં કહ્યું, “મેં માંરા માંટે બનાવડાવેલી મૂર્તિને અને યાજકને લઈને તમે રસ્તે પડયા છો, પછી માંરી પાસે રહ્યું શું અને પાછા ઉપરથી પૂછો છો કે, શું છે?”

1 શમુએલ 19:13

પદ્ધી મીખાલે કુળદેવતાની મૂર્તિ લઈને પથારીમાં મુકી, તેને કપડા વડે ઢાંકી દીધી, પદ્ધી તેને બકરાંના વાળ તેના માંથા પર નાખી દીધાં.

1 શમુએલ 23:6

અને અહીમેલેખનો પુત્ર અબ્યાથાર દાઉદ પાસે કઈલાહ ભાગી ગયો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.

1 રાજઓ 12:31

યરોબઆમે ટેકરીઓ પર કબરો બનાવી, અને લેવીવંશી ન હોય એવા બીજા કોઈ પણ કુટુંબોમાંથી યાજકો નિયુકત કર્યા.

1 રાજઓ 12:32

આઠમાં મહિનામાં પંદરમાં દિવસે, યરોબઆમે યહૂદામાં જે ઉજવાતો હતો તેવો એક ઉત્સવ શરૂ કર્યો, અને તે બેથેલની વેદી પર ઉજવાતો હતો જે તેણે બનાવી હતી. તેણે વાછરડાઓને બલિદાનો અર્પણ કરવાનું શરુ કર્યું જે તેણે બનાવ્યા હતાં. અને તેણે ઉચ્ચ સ્થાનો પરથી યાજકોને નિયુકત કર્યા, બેથેલની કબરોમાં સેવા કરવા માંટે જે તેણે બનાવી હતી.

1 રાજઓ 13:33

આ ઘટના પછી પણ યરોબઆમે પોતાનું દુષ્ટ આચરણ છોડયું નહિ. પણ તેણે ઉચ્ચસ્થાનો માંટે કોઈ પણ કુળસમૂહના લોકોમાંથી યાજક તરીકે નીમવાનું ચાલું રાખ્યું. જે કોઈ યાજક થવા તૈયાર થતો તેને તે ઉચ્ચસ્થાન પરનાં મંદિરનો યાજક નીમતો.

એઝરા 1:7

વળી રાજા કોરેશે પણ તેમને યહોવાના મંદિરમાંથી વસ્તુઓ આપી. આ વસ્તુઓ નબૂખાદનેસ્સાર રાજાએ યરૂશાલેમના યહોવાના મંદિરમાંથી લઇ જઇને પોતાના દેવોના મંદિરમાં મૂકી હતી.

યર્મિયાનો વિલાપ 21:26

યહોવા મારા માલિક કહે છે: “તારી પાઘડી અને મુગટ ઉતાર. હવે પહેલાના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે.

હોશિયા 3:4

એ જ રીતે ઇસ્રાએલી પ્રજા, લાંબા સમય સુધી રાજા કે, આગેવાન વગર, યજ્ઞ વગર, મૂર્તિ કે, શુકન જાણવાની પૂતળી વગર રહેશે.

હોશિયા 8:14

ઇસ્રાએલના લોકો પોતાના સર્જનહારને ભૂલી ગયા છે અને એમણે મંદિરો ચણાવ્યઁા છે. યહૂદાના લોકોએ અનેક કિલ્લેબંદી નગરો બંધાવ્યાં છે. પરંતુ હું એમનાં નગરો ઉપર અગ્નિ વરસાવીશ. અને તે એમના કિલ્લાઓને ભસ્મીભૂત કરી નાખશે.”

હિબ્રૂઓને પત્ર 5:4

કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે.

Interlinear

Choose Theme