Home Bibles 1 શમુએલ 23:6 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 23:6 · ગુજરાતી બાઇબલ

અને અહીમેલેખનો પુત્ર અબ્યાથાર દાઉદ પાસે કઈલાહ ભાગી ગયો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.

Cross references

નિર્ગમન 28:6

“તેઓ એફોદ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનો અને ઝીણા કાંતેલા શણનું બનાવે; સૌથી વધુ નિષ્ણાત કારીગરો તેમાંથી એફોદ તૈયાર કરે.

નિર્ગમન 28:30

અને હંમેશા તેઓ દેવની યાદીમાં રહેશે. ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રમાં મૂકવા. તે હારુન જ્યારે યહોવા સમક્ષ જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. આ રીતે હારુન હંમેશા ઇસ્રાએલીઓના ન્યાય કરવાનું સાધન પોતાની સાથે રાખશે જ્યારે તે યહોવા સમક્ષ રહેશે ત્યારે.

1 શમુએલ 14:3

તે સમયે શીલોહમાં અહિયા યાજક હતો. તે અહીટુબના ભાઇ ઇખાબોદનો પુત્ર હતો. ઇખાબોદ ફીનહાસનો પુત્ર હતો, ફીનહાસ યાજક એલીનો પુત્ર હતો. હવે અહિયાએ એફોદ પહેરેલો હતો.યોનાથાન ગયેલો છે તે લોકો જાણતા નહોતા.

1 શમુએલ 14:18

શાઉલે અહિયાને દેવનો પવિત્રકોશ લાવવા આજ્ઞા કરી, કારણ તે ઈસ્રાએલીઓ પાસે હતો.

1 શમુએલ 14:36

શાઉલે કહ્યું, “ચાલો, આપણે આજે રાત્રે પલિસ્તીઓ ઉપર છાપો માંરીએ, સવાર સુધી તેમને લૂંટીને અને એકેએકને પૂરા કરીએ.”સૈનિકોએ કહ્યું, “તમને ઠીક લાગે તેમ કરો.”પરંતુ યાજકે કહ્યું, “આપણે દેવની સલાહ લઈએ.”

1 શમુએલ 22:20

પરંતુ અહીમેલેખનો એક પુત્ર અબ્યાથાર છટકી ગયો અને દાઉદને જઈ મળ્યો.

Interlinear

Choose Theme