Home Bibles ન્યાયાધીશો 10:1 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 10:1 · ગુજરાતી બાઇબલ

અબીમેલેખના મૃત્યુ પછી દોદોના પુત્ર પૂઆહનો પુત્ર તોલા ઈસ્રાએલ આગળ આવ્યો. તે ઈસ્સાખારના કુળસમૂહનો હતો અને એફ્રાઈમનાં પહાડી પ્રદેશમાં શામીરમાં રહેતો હતો.

Cross references

યહોશુઆ 15:48

પર્વતીય પ્રદેશના 44નગરો તથા તેની આજુબાજુના ગામો પણ વતન તરીકે મળ્યા હતાં. શામીર, યાત્તીર, સોખોહ,

ન્યાયાધીશો 2:16

ત્યારબાદ યહોવાએ ઈસ્રાએલીઓ ઉપર ન્યાયાધીશો નીમ્યા. અને તેઓએ તેમને શત્રુઓના હાથમાંથી ઉગારી લીધા.

ન્યાયાધીશો 3:9

ત્યાર પછી ઈસ્રાએલીઓએ યહોવાને ધા નાખી અને તેણે તેમને ઉગારવા માંટે એક માંણસ મોકલ્યો. એ કાલેબના નાના ભાઈ કનાઝનો દીકરો ઓથ્નીએલ હતો.

ન્યાયાધીશો 3:27

એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવીને તેણે રણશિંગડું વગાડયું અને ઈસ્રાએલી લોકો ટેકરી પરથી નીચે આવ્યા અને તેને અનુસર્યાં.

ન્યાયાધીશો 12:8

યફતાહ પછી બેથલેહમનો ઈબ્સાન ઈસ્રાએલનો ન્યાયાધીશ થયો, તેને ત્રીસ પુત્રો અને ત્રીસ પુત્રીઓ હતી. તેણે તેની ત્રીસેત્રીસ પુત્રીઓને અજાણ્યા શખ્સોને પરણાવી હતી અને તેના ત્રીસ પુત્રો તેના અંદરના સગામાંથી ન હોય તેવી પત્નીઓ લાવ્યા હતાં.

Interlinear

Choose Theme