અને તમાંરા દેવ યહોવાએ અને યર્દન નદીની પૂર્વેના બે અમોરી રાજાઓ: હેશ્બોનના રાજા સીહોન અને આશ્તારોથમાં રહેતા બાશાનના રાજા ઓગને શું કર્યું છે તે અમે સાંભળ્યું છે.
Cross references
પણ ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક, આમ્મોનીઓની સરહદ સુધીનો તેમનો પ્રદેશ કબજે કરી લીધો. અહીં તેઓ અટકી ગયા; કારણ કે આમ્મોનની સરહદે રક્ષણ મજબૂત હતું.
યહોવાએ હેેશ્બોનમાં અમોરીઓના રાજા સીહોનને અને એડેઇ પાસે આશ્તારોથમાં બાશાનના રાજા ઓગને હરાવ્યા હતા ત્યાર પછીનું આ હતું.
“પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને માંર્ગ આપવાની ના પૅંડી, કારણ, તમાંરા દેવ યહોવાએ તેને હઠીલો અને બળવાખોર બનાવી દીધો, જેથી તે તમાંરા હાથે સીહોનનો વિનાશ કરે અને તેના પ્રદેશનો તમે કબજો કરી શકો, જે હજી પણ અમાંરી પાસે છે.
અમે સાંભળ્યું છે કે, તમે મિસરમાંથી આવતા હતા ત્યારે યહોવાએ રાતા સમુદ્રના પાણીને સૂકવી નાખ્યું હતું, અને અમે એમ પણ સાંભળ્યું છે કે બે અમોરી રાજાઓ સીહોન, ઓગ અને તેનું સૈન્ય તમાંરા દ્વારા યર્દન નદીની પૂર્વે મૃત્યુ અને પરાજય પામ્યું હતું.
બાશાનનો રાજા ઓગ, જે રફાઈઓમાંનો છેલ્લો હતો તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો;
ગેશોર્મના કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે અપાયેલા શહેરો આ પ્રમાણે હતા: બાશાન પ્રદેશનું ગોલાન તેનાં ગૌચરો સાથે; અને આશ્તારોથ તેનાં ગૌચરો સાથે.