Home Bibles યહોશુઆ 2:10 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 2:10 · ગુજરાતી બાઇબલ

અમે સાંભળ્યું છે કે, તમે મિસરમાંથી આવતા હતા ત્યારે યહોવાએ રાતા સમુદ્રના પાણીને સૂકવી નાખ્યું હતું, અને અમે એમ પણ સાંભળ્યું છે કે બે અમોરી રાજાઓ સીહોન, ઓગ અને તેનું સૈન્ય તમાંરા દ્વારા યર્દન નદીની પૂર્વે મૃત્યુ અને પરાજય પામ્યું હતું.

Cross references

નિર્ગમન 14:21

મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર ઉપર લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ સૂકી જમીન બનાવી હતી.

નિર્ગમન 15:14

પ્રજા આ સાંભળી કંપીને ગભરાઈ, સહુ પલેશેથવાસીઓ ભયથી ગભરાય છે.

ગણના 21:21

ત્યાર પછી ઇસ્રાએલે પોતાના કાસદો માંરફતે અમોરીઓના રાજા સીહોનને સંદેશો મોકલ્યો કે,

ગણના 23:22

એ જ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા છે, અને તે જ એમને ઇસ્રાએલીઓને જંગલી આખલા જેવી તાકાત આપે છે.

પુનર્નિયમ 2:30

“પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને માંર્ગ આપવાની ના પૅંડી, કારણ, તમાંરા દેવ યહોવાએ તેને હઠીલો અને બળવાખોર બનાવી દીધો, જેથી તે તમાંરા હાથે સીહોનનો વિનાશ કરે અને તેના પ્રદેશનો તમે કબજો કરી શકો, જે હજી પણ અમાંરી પાસે છે.

યહોશુઆ 4:24

યહોવાએ આ પ્રમાંણે કર્યુ જેથી પૃથ્વી પરના બધા માંણસો યહોવાની શક્તિ વિશે જાણે, અને તમાંરે પોતે પણ હમેશા તમાંરા દેવ યહોવાથી ડરતાં રહેવું જોઈએ.”

યહોશુઆ 9:10

અને તમાંરા દેવ યહોવાએ અને યર્દન નદીની પૂર્વેના બે અમોરી રાજાઓ: હેશ્બોનના રાજા સીહોન અને આશ્તારોથમાં રહેતા બાશાનના રાજા ઓગને શું કર્યું છે તે અમે સાંભળ્યું છે.

યહોશુઆ 24:12

અને મે તમાંરી આગળ હોર્નેટ મોકલ્યાં તેથી હોર્નેટ બે અમોરી રાજાઓ અને તેમનાં લોકોને હાંકી કાઢયાં. આ વિજય તમાંરી તરવાર અથવા ધનુષ અને તીરથી નહોતો મેળવ્યો.

Interlinear

Choose Theme