Home Bibles ☰ Books યહોશુઆ 8:9 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 8:9 · ગુજરાતી બાઇબલ

આમ કહીને યહોશુઆએ તેઓને મોકલી દીધા અને તેઓ ‘આય’ ની પાછળની બાજુએ બેથેલ અને આયની વચ્ચે સંતાઈ રહ્યા. પરંતુ યહોશુઆ અને બાકી રહેલું સૈન્ય યરીખોની છાવણીમાં રોકાયું.

Cross references

ઊત્પત્તિ 12:8

તે પછી ઇબ્રામે તે જગ્યા છોડી અને તે બેથેલની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશમાં ગયો અને ત્યાં સ્થાયી થયો. પશ્ચિમમાં બેથેલ શહેર અને પૂર્વમાં આય શહેર હતુ, અને ત્યાં તેણે યહોવાને માંટે બીજી એક વેદી બંધાવી. અને ઇબ્રામે યહોવાની પ્રાર્થના કરી.

ઊત્પત્તિ 32:21

એટલા માંટે યાકૂબે એસાવને ભેટ તેની આગળ આગળ મોકલી પરંતુ યાકૂબ પોતે તે રાત્રે પોતાની છાવણીમાં જ રહ્યો.

યહોશુઆ 7:2

યરીખો નગરના પતન પછી તરત જ યહોશુઆએ કેટલાક માંણસોને યરીખોથી બેથેલની પૂર્વે બેથ-આવેન પાસે આવેલા આય નગરમાં મોકલ્યા અને તેમને કહ્યું કે, “આય જાઓ અને એ લોકો પર જાસૂસી કરો ને અમને સંદેશો મોકલો.” તેથી તેઓ ગયા અને આયની જાસુસી કરી.

યહોશુઆ 8:12

યહોશુઆએ તે રાત્રે નગરની પશ્ચિમે બેથેલ અને આયની વચ્ચે સંતાવા માંટે બીજા 5,000 માંણસોને મોકલ્યા.

એઝરા 2:28

બેથેલ ને આયના મનુષ્યો 223

નહેમ્યા 7:32

બેથેલના તથા આયના મનુષ્યો 123

Interlinear

Choose Theme