Home Bibles ☰ Books યહોશુઆ 24:30 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 24:30 · ગુજરાતી બાઇબલ

તેને ગાઆશ પર્વતના ઉત્તરે, એફ્રાઈમના પર્વતીય દેશમાં આવેલી તિમ્નાથ-સેરાહમાં દફનાવવામાં આવ્યો. તેને પોતાની ભૂમિમાં દફનાવ્યો.

Cross references

યહોશુઆ 19:50

તેમણે નૂનના પુત્ર યહોશુઆને પ્રદેશનો એક ભાગ આપ્યો. યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓએ તેને એફ્રાઈમના પર્વતીય દેશમાં તિમ્નાથ-સેરાહ શહેર આપ્યું હતું. આ તે શહેર હતું જે યહોશુઆએ તેઓને કહ્યું હતુ કે તેને જોઈએ છે. યહોશુઆએ શહેર ફરીથી બાંધ્યું અને ત્યાં સ્થાયી થયો.

ન્યાયાધીશો 2:9

તેને ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલી ભૂમિમાં જે તિમ્નાથ હેરેસની જમીન તેના હિસ્સામાં આવી હતી ત્યાં દફનાવવામાં આવ્યો.

ન્યાયાધીશો 17:1

એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહ નામે એક માંણસ રહેતો હતો.

ન્યાયાધીશો 18:13

ત્યાંથી તેઓ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહને ઘેર ગયા.

2 શમએલ 23:30

પિરઆથોનમાંથી બનાયા; ગાઆશના નાળામાંથી હિધ્રાય;

Interlinear

Choose Theme