Cross references
પુનર્નિયમ 1:24
તે બધા પર્વતીય દેશમાં એશ્કોલના કોતર સુધી ગયા અને જમીનને જોઇ,
યહોશુઆ 24:30
તેને ગાઆશ પર્વતના ઉત્તરે, એફ્રાઈમના પર્વતીય દેશમાં આવેલી તિમ્નાથ-સેરાહમાં દફનાવવામાં આવ્યો. તેને પોતાની ભૂમિમાં દફનાવ્યો.
ન્યાયાધીશો 2:9
તેને ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલી ભૂમિમાં જે તિમ્નાથ હેરેસની જમીન તેના હિસ્સામાં આવી હતી ત્યાં દફનાવવામાં આવ્યો.
ન્યાયાધીશો 12:13
તેના પછી હિલ્લેલનો પુત્ર આબ્દોન પિરઆથોની ઈસ્રાએલનો ન્યાયાધીશ થયો.
ન્યાયાધીશો 12:15
પછી હિલ્લેલના પુત્ર આબ્દોન પિરઆથોનીનું અવસાન થયું, તેને અમાંલેકીઓના પહાડી પ્રદેશમાં આવેલા એફ્રાઈમ દેશના પિરઆથોન નગરમાં દફનાવવામાં આવ્યો.
1 કાળવ્રત્તાંત 11:31
બિન્યામીનના ગિબયાહનો વતની ઇથાય-રીબાયનો પુત્ર, પિરઆથોનનો વતની બનાયા;
1 કાળવ્રત્તાંત 27:14
અગિયારમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમ કુલસમૂહનો પિરઆથોનનો બનાયા હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.