યહોશુઆ 21:10 · ગુજરાતી બાઇબલ
કહાથ કુટુંબના લેવીઓને શહેરોનો પહેલો ભાગ આપવામાં આવ્યો હતો.
Cross references
નિર્ગમન 6:18
કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ, કહાથનું આયુષ્ય 133 વર્ષનું હતું.
નિર્ગમન 6:20
આમ્રામ પોતાની ફોઈ યોખેબેદ સાથે પરણ્યો, અને તેને હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય 137 વર્ષનું હતું.
ગણના 3:2
હારુનના જ્યેષ્ઠ પુત્રનું નામ નાદાબ, તે પછી અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર.
ગણના 3:19
કહાથના કુળસમૂહો; આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
ગણના 3:27
કહાથના કુળસમૂહમાં આમ્રામી, ઈસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ એટલાં કુટુંબો હતાં.
ગણના 4:2
“લેવીના કુળસમૂહમાં કહાથના કુળસમૂહના તેઓના કુટુંબો પ્રમાંણે તથા તેઓના પિતાઓના ઘર પ્રમાંણે
યહોશુઆ 21:4
કહાથનું કુટુંબ યાજક હારુન જે લેવી કુળસમૂહનો હતો, તેના વંશજો હતા. કહાથ કુટુંબના થોડા ભાગને 13 નગરો આપવામાં આવ્યાં હતાં જે પ્રદેશ યહૂદા, શિમયોન તથા બિન્યામીન કુળસમૂહઓની માંલિકીનો હતો.