Home Bibles યહોશુઆ 18:19 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 18:19 · ગુજરાતી બાઇબલ

ત્યાંથી તે બેથ-હોગ્લાહના ઉત્તરીય ઢોળાવથી થઈ અને યર્દન દક્ષિણ છેડે મૃત સમુદ્રની ઉત્તરની ખાડી આગળ સરહદ પૂરી થાય છે. આ હતી દક્ષિણની સરહદો.

Cross references

ઊત્પત્તિ 14:3

એટલે કે, સોઆરના રાજા સાથે યુદ્વે ચડયા.3આ પાંચ રાજાઓએ સિદ્દીમની ખીણમાં. (અર્થાત ખારા સમુદ્રમાં) સેનાઓ ભેગી કરી.

ઊત્પત્તિ 19:25

આ રીતે યહોવાએ તે દેશનો, નદીકાંઠાના સમગ્ર પ્રદેશનો, શહેરોમાંના બધા નિવાસીઓનો અને જમીન પર જે કાંઈ ઊગ્યું હતું તે સર્વનો નાશ કર્યો.

ગણના 34:3

એનો દક્ષિણ છેડો અદોમની સરહદે આવેલા સીનના રણ આગળ પૂરો થાય છે.

પુનર્નિયમ 3:17

પશ્ચિમમાં તેમની જમીન યર્દન નદી સુધી વિસ્તરેલી હતી. ઉત્તરમાં કિન્નેરેથના સરોવરથી દક્ષિણમાં અરાબાનાહ સમુદ્ર સુધી એટલે કે ખારા સમુદ્ર સુધી, અને પૂર્વમાં પિસ્ગાહ પર્વતની તળેટીના ઢાળ સુધી તે પ્રદેશ વિસ્તરેલો હતો, જમીન ખેચાયેલી હતી.

યહોશુઆ 3:16

પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી.

યહોશુઆ 12:3

તે પૂર્વીય યર્દનની ખીણ પર ગાલીલના સરોવરથી મૃતસરોવર સુધી, બેથ-યશીમોથ સુધીના અને દક્ષિણ તરફ પિસ્ગાહ પર્વતના ઢોળાવ પ્રદેશ સુધી રાજ્ય કરતો હતો.

યહોશુઆ 15:2

તેમની દક્ષિણી સરહદ મૃતસમુદ્રના દક્ષિણ છેડાથી, આરંભ થતી હતી.

યશાયા 11:15

યહોવા મિસરના રાતા સમુદ્રમાંથી રસ્તો કરશે; અને ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવીને પ્રચંડ પવનને મોકલશે અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે જેથી તે સહેલાઇથી ઓળંગી શકાય.

Interlinear

Choose Theme