Home Bibles યર્મિયાનો વિલાપ 47:19 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 47:19 · ગુજરાતી બાઇબલ

“દક્ષિણની સરહદ તામારથી મરીબોથ-કાદેશના જળસમૂહ આગળ થઇને મિસરની ખાડી પાસે થઇને મિસરની સરહદે આવેલા ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. આ દક્ષિણ સરહદ છે.

Cross references

ગણના 20:1

પહેલા મહિનામાં બધાં ઇસ્રાએલીઓ સીનના અરણ્યમાં આવ્યાં અને કાદેશમાં પડાવ નાખ્યો. ત્યાં મરિયમનું અવસાન થતાં તેને દફનાવવામાં આવી.

ગણના 20:13

આ સ્થળનું નામ ‘મરીબાહ’ નું પાણી એટલે ‘તકરારનું પાણી’ પાડવામાં આવ્યું કારણ કે, ‘મરીબાહ’ ના ઝરા આગળ આ બન્યું હતું. જયાં ઇસ્રાએલીઓએ યહોવા વિરુદ્ધ ઝઘડો કર્યો હતો અને જયાં યહોવાએ તેમને પરચો બતાવ્યો હતો.

ગણના 34:5

ત્યાંથી તે હસાર આદાર થઈને છેક આસ્મોન સુધી જશે. ત્યાંથી મિસરના કોતર તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે.

પુનર્નિયમ 32:51

કારણ કે તમે સીનના રણમાં કાદેશ આગળ આવેલા મરીબાહનાં ઝરણા નજીક માંરા પર અવિશ્વાસ કરીને ઇસ્રાએલીઓ આગળ માંરું અપમાંન કર્યુ હતું.

પુનર્નિયમ 33:8

ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું, “હે યહોવા, લેવી વંશજો તમાંરા સાચા સેવકો છે, તેઓ ઉરીમ અને તુમ્મીમ રાખે છે. માંસ્સાહ મુકામે તેં લેવીની પરખ કરી હતી, અને મરીબાહના ઝરણાં આગળ તેં એમની કસોટી કરી હતી.

યહોશુઆ 12:3

તે પૂર્વીય યર્દનની ખીણ પર ગાલીલના સરોવરથી મૃતસરોવર સુધી, બેથ-યશીમોથ સુધીના અને દક્ષિણ તરફ પિસ્ગાહ પર્વતના ઢોળાવ પ્રદેશ સુધી રાજ્ય કરતો હતો.

1 રાજઓ 9:18

બાઅલાથ અને વગડામાં આવેલું તાહમોર ફરી બાધ્યાં,

2 કાળવ્રત્તાંત 20:2

યહોશાફાટને ખબર મોકલાવી કે, “તમારી તરફ એક લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી આગળ વધી રહ્યું છે,” અને તે લોકો હાસસોન તામાર એટલે કે એનગેદી સુધી આવી પહોંચ્યા છે.

ગીતશાસ્ત્ર 81:7

સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યાં; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુતર આપ્યો; મરીબાહનાં પાણી આગળ મેં તમારી પરીક્ષા કરી.”

યશાયા 27:12

તે દિવસે યહોવા ફ્રાંત નદીથી તે મિસરની સરહદ સુધી ખળીમાંના અનાજને ઝૂડવાનું શરૂ કરશે. અને તમને ઇસ્રાએલના લોકોને એકે એકને ભેગા કરશે.

યર્મિયાનો વિલાપ 48:28

“ગાદના પ્રાંતની દક્ષિણ સરહદ તામારથી મરીબાથ કાદેશનાં રણદ્વીપ સુધી અને પછી વાયવ્ય દિશામાં મિસરની સરહદથી ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે.

Interlinear

Choose Theme