તે હેર્મોન પર્વત, સાલખાહ અને છેક ગશૂરીઓ તથા માંઅખાથીઓની સરહદ સુધીના આખા બાશાન પ્રાંત ઉપર તથા છેક હેશ્બોનના રાજા સીહોનની સરહદ સુધી અડધા ગિલયાદ પ્રાંત ઉપર રાજ કરતો હતો.
Cross references
“એ વખતે આપણે યર્દન નદીની પૂર્વ બાજુએ અમોરીઓના એ બે રાજાઓનો સમગ્ર પ્રદેશ-આનોર્નની ખીણથી હેમોર્ન પર્વત સુધીનો કબજે કર્યો.
મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માંઅખાથીઓની સરહદ સુધીનો સમગ્ર આગોર્બનો એટલે કે બાશાનનો પ્રદેશ કબજે કર્યો, અને પોતાના નામ ઉપરથી ત્યાંનાં ગામડાઓનું નામ ‘યાઈરના ગામડાઓ’ પાડયું. આજે પણ તે પ્રદેશ એ નામથી જ ઓળખાય છે.”
અને તેના પ્રદેશનો તેમ જ બાશાનના રાજા ઓગના પ્રદેશનો એમ યર્દનના પૂર્વકાંઠે આવેલા બે અમોરી રાજાઓના પ્રદેશનો કબજો લીધો હતો.
પૂર્વમાં અને પશ્ચિમમાં કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝઝીઓને અને પર્વતીય પ્રદેશમાં રહેતા યબૂસીઓ અને હિવ્વીઓ જે મિસ્પાહ ક્ષેત્રમાં હેર્મોન પર્વતના ચરણ પાસે રહ્યાં તે બધાને, તેણે સંદેશો મોકલ્યો.
ઇસ્રાએલીઓએ યર્દન નદીના પૂર્વકાંઠાનો સમગ્ર પ્રદેશ-અર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો પ્રદેશ, અરાબાહની સમગ્ર પૂર્વીય બાજુ સાથે કબજે કરી લીધો. ઇસ્રાએલીઓએ પરાસ્ત કરેલા રાજાઓનાં નામ આ મુજબ છે:
અને ગિલયાદ; ગશૂર અને માંઅખાથ પ્રદેશ; હેર્મોન પર્વતનો સમગ્ર પ્રદેશ; બધું બાશાન છેક સાલખાહ,
દાઉદ અને તેના માંણસો ગશૂરીઓ, ગિઝીર્ઓ, અને અમાંલેકીઓના પ્રદેશમાં ધાડ પાડવા નીકળી પડતા. એ લોકો જૂના જમાંનાથી શૂર અને મિસર સુધીના પ્રદેશમાં વસતા હતા.
બીજો પુત્ર કિલઆબ હતો, જેની માંતા કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલ હતી. ત્રીજો પુત્ર આબ્શાલોમ હતો. તેની માંતા ગશૂરના રાજા તાલ્માંયની પુત્રી માંઅખાહ હતી.
આબ્શાલોમ નાસી જઈને આમ્મીહૂરના પુત્ર ગશૂરના રાજા તાલ્માંયની પાસે જતો રહ્યો, રાજા દરરોજ તેના પુત્ર માંટે શોક કરતો હતો.
હું જયારે અરામમાં આવેલા ગશૂરમાં રહેતો હતો, ત્યારે મેં યહોવાની એવી માંનતા રાખી હતી કે, જો ‘યહોવા મને પાછો યરૂશાલેમ લાવશે, તો હું યહોવાની સેવા કરીશ.”
માંઅખાથીના પુત્ર અહાસ્બાય દીકરો અલીફેલેટ અહીથોફેલ ગિલોનીનો દીકરો અલીઆમ;
જયારે લશ્કરી ટુકડીઓના સેનાપતિઓએ અને તેમના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને શાસન કર્તા નીમ્યો છે, ત્યારે તેઓ તેને મળવા મિસ્પાહ ગયા, એટલે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહનો પુત્ર યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો પુત્ર સરાયા, માઅખાથીનો પુત્ર યાઅઝાન્યા, અને તેઓના માણસો ગદાલ્યાને મળ્યા.