Home Bibles યહોશુઆ 12:1 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 12:1 · ગુજરાતી બાઇબલ

ઇસ્રાએલીઓએ યર્દન નદીના પૂર્વકાંઠાનો સમગ્ર પ્રદેશ-અર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો પ્રદેશ, અરાબાહની સમગ્ર પૂર્વીય બાજુ સાથે કબજે કરી લીધો. ઇસ્રાએલીઓએ પરાસ્ત કરેલા રાજાઓનાં નામ આ મુજબ છે:

Cross references

ગણના 21:13

ત્યારબાદ તેમણે ઝેરેદથી નીકળી આર્નોન નદીની ઉત્તર બાજુએ અમોરીઓ વચ્ચેની સરહદ સુધી જતા અરણ્યમાં મુકામ કર્યો. આર્નોન મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ છે.

ગણના 21:21

ત્યાર પછી ઇસ્રાએલે પોતાના કાસદો માંરફતે અમોરીઓના રાજા સીહોનને સંદેશો મોકલ્યો કે,

ગણના 21:24

પણ ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક, આમ્મોનીઓની સરહદ સુધીનો તેમનો પ્રદેશ કબજે કરી લીધો. અહીં તેઓ અટકી ગયા; કારણ કે આમ્મોનની સરહદે રક્ષણ મજબૂત હતું.

ગણના 32:32

અમે હથિયાર ધારણ કરીને યહોવા સમક્ષ યર્દન પાર કરીને કનાનના પ્રદેશમાં જઈશું. પણ અમને યર્દન નદીના આ પૂર્વકાંઠે અમાંરા ભાગની જમીન મળવી જોઈએ.”

પુનર્નિયમ 2:24

“પદ્ધી યહોવાએ આપણને કહ્યું, ‘હવે, ચાલો, નીકળી પડો અને આનોર્નંની ખીણ વટાવી જાઓ, કારણ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમજ તેના પ્રદેશને તમાંરા હાથમાં સોંપી દીધા છે. તેના ઉપર હુમલો કરો અને પ્રદેશ કબજે લેવા માંડો.

પુનર્નિયમ 2:32

“ત્યારબાદ સીહોન પોતાનું સમગ્ર સૈન્ય લઈને યાહાસ આગળ આપણી સામે યદ્ધ કરવાને બહાર પડ્યો,

પુનર્નિયમ 3:1

“ત્યારબાદ આપણે વળીને બાશાનને માંગેર્ આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતાનું આખું સૈન્ય લઈને એડેઇ મુકામે આપણી સામે યુદ્ધ કરવા ધસી આવ્યો.

પુનર્નિયમ 3:8

“એ વખતે આપણે યર્દન નદીની પૂર્વ બાજુએ અમોરીઓના એ બે રાજાઓનો સમગ્ર પ્રદેશ-આનોર્નની ખીણથી હેમોર્ન પર્વત સુધીનો કબજે કર્યો.

પુનર્નિયમ 4:44

ઇસ્રાએલી પ્રજાને મૂસાએ દેવની નિયમસંહિતા આપી.

પુનર્નિયમ 4:46

યર્દન નદીની પૂર્વમાં બેથ-પેઓર નગર પાસે મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં. અગાઉ આ દેશ અમોરીઓના રાજા સીહોનના કબજામાં હતો, તેની રાજધાની હેશ્બોન હતી. મૂસા તથા ઇસ્રાએલીઓએ મિસરમાંથી આવતાં એ રાજાને હરાવ્યો હતો.

પુનર્નિયમ 4:48

આમ ઇસ્રાએલે આનોર્નની ખીણની સરહદે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેમોર્ન પર્વત તરીકે પણ ઓળખાય છે.

યહોશુઆ 1:15

કે જેથી તેઓ પણ યહોવા તેમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરી શકે. અને તેઓ પાસે આરામ કરવાનું સ્થાન હશે. તેના પછી તમે પાછા આવી શકો અને યર્દન નદીની પૂર્વની ભૂમિમાં રહી શકો જે યહોવાના સેવક મૂસાએ તમને આપી હતી.”

યહોશુઆ 11:3

પૂર્વમાં અને પશ્ચિમમાં કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝઝીઓને અને પર્વતીય પ્રદેશમાં રહેતા યબૂસીઓ અને હિવ્વીઓ જે મિસ્પાહ ક્ષેત્રમાં હેર્મોન પર્વતના ચરણ પાસે રહ્યાં તે બધાને, તેણે સંદેશો મોકલ્યો.

યહોશુઆ 11:17

તેણે સેઈર નજીક હાલાક પર્વતીય હેર્મોન પર્વત નીચે લબાનોનની ખીણમાં બઆલ-ગાદ સુધીની બધી જમીનનું શાસન લીધું. તેણે તે દેશોના રાજાઓને પકડયા અને તેઓને માંરી નાખ્યા.

યહોશુઆ 22:4

અને હવે યહોવા દેવે તમાંરા ઇસ્રાએલી બંધુઓને શાંતિ અને સુરક્ષા આપી છે. તેથી હવે તમે તમાંરે ધેર પાછા ફરો, યર્દન નદીને સામે કાંઠે આવેલ તમાંરા પ્રદેશમાં, જે તમને યહોવાના સેવક મૂસા દ્વારા આપવામાં આવ્યો હતો.

ન્યાયાધીશો 11:18

“ત્યારબાદ તેઓ વન્ય પ્રદેશમાં ગયા અને અદોમ અને મોઆબ દેશની આસપાસ ગયા અને આર્નોન નદીની સામે પડાવ નાખ્યો. તેઓ મોઆબની સરહદની બહાર હતાં. કારણકે તેઓએ આર્નોન નદી ઓળંગી ન હતી જે મોઆબ દેશની સરહદ હતી.

1 રાજઓ 4:19

ઉરીના પુત્ર ગેબેર ગિલયાદનો પ્રશાશક હતો, એ ભૂમિનો જેના પર અમોરીઓનો રાજા સીહોન અને બાશાનનો રાજા ઓગ એક સમયે રાજ્ય કરતાં હતાં યહૂદામાં ત્યારે એક જ પ્રશાશક હતો.

ગીતશાસ્ત્ર 133:3

વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.

યશાયા 16:2

પોતાના માળામાંથી હાંકી કઢાયેલા પંખીઓની જેમ મોઆબના લોકો આનોર્ન નદી પાર કરવાના માર્ગે આમતેમ ભટકે છે.

Interlinear

Choose Theme