Home Bibles યૂના 2:4 · ગુજરાતી બાઇબલ
યૂના 2:4 · ગુજરાતી બાઇબલ

ત્યારે મને થયું, ‘મને તમારી નજર આગળથી ફેંકી દેવામાં આવ્યો છે;’ તો પણ હું ફરીથી તમારા પવિત્રમંદિર તરફ જોઇશ.

Cross references

1 રાજઓ 8:38

અને ઇસ્રાએલના લોકો જ્યારે ખરી લાગણી સાથે પશ્ચાતાપ કરે અને આ મંદિરમાં હાથ પ્રસારીને તમાંરી પ્રાર્થના કરવા આવે.

1 રાજઓ 8:42

કારણ કે તેઓ તમાંરું વિખ્યાત નામ, તમાંરા મજબૂત હાથ, તમાંરી શકિતશાળી ભૂજા વિષે જાણે છે અને તેઓ તમાંરાં મંદિરમાં તમને પ્રાર્થના કરવા આવશે,

1 રાજઓ 8:48

અને તેઓ ખરેખર તમાંરા તરફ પાછા વળે, જ્યારે તેઓ તેના દુશ્મન જેણે તેમને બંદી કર્યા હતા, તેના દેશમાં હોય અને પ્રમાંણિકપણે તમાંરી તરફ વળે, અને જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો હતો, નગર જે તમે પસંદ કર્યું હતું અને મંદિર જે મેં તમાંરા માંટે બાંધ્યું હતું, તેના સામે જોઇને તેઓ પ્રાર્થના કરે.

1 રાજઓ 9:7

તો હું ઇસ્રાએલીઓને જે ભૂમિ આપી છે તેમાંથી તેમને હાંકી કાઢીશ; મંદિર કે જેને મેં માંરી ખ્યાતિ માંટે સમપિર્ત કરેલું તેનો ત્યાગ કરીશ અને બધા ઇસ્રાએલીઓ બીજા બધા રાષ્ટો માંટે એક મહેણાંટોણાં અને ધૃણાનું કારણ બનશે;

2 કાળવ્રત્તાંત 6:38

અને જો તેઓ પૂરા મનથી તારી તરફ પાછા વળે અને તેં તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તે પસંદ કરેલા શહેર તથા તારા નામ માટે મેં બાંધેલા આ મંદિર તરફ મોં કરીને પ્રાર્થના કરે.

ગીતશાસ્ત્ર 5:7

પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ. હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.

ગીતશાસ્ત્ર 31:22

અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે, વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.

ગીતશાસ્ત્ર 42:8

અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે. અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું , એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.

ગીતશાસ્ત્ર 77:1

મે યહોવાને મદદ માટે પોકાર કર્યો; મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.

ગીતશાસ્ત્ર 88:6

તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં, તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.

ગીતશાસ્ત્ર 88:7

મારા પર તમારો કોપ અતિ ભારે છે, તમારા સર્વ મોજાંથી હું દુ:ખમાં ડૂબી ગયો છું;

યશાયા 38:10

મને થયું હતું: મારા જીવનના મધ્યાહને જ મારે શેઓલને ધ્વારે જવું પડે છે, મારા આયુષ્યના શેષ વષોર્ કપાઇ જાય છે.

યશાયા 38:17

મારી બધી વેદના શમી ગઇ છે, તેં પ્રીતિથી મારા જીવનને વિનાશની ગર્તામાંથી બચાવ્યું છે. તેં મારા બધાં પાપોને તારી પીઠ પાછળ નાખી દીધાં છે.

યશાયા 49:14

છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે, અમારો નાથ અમને ભૂલી ગયો છે.”

ચર્મિયા 7:15

તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.”‘

ચર્મિયા 15:1

“મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા!

યર્મિયાનો વિલાપ 3:54

મારા માથા પર પાણી ફરી વળ્યાં અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.”

યર્મિયાનો વિલાપ 37:11

ત્યાર બાદ યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ હાડકાં એ બધા ઇસ્રાએલી લોકો છે, તેઓ કહે છે, ‘અમારા હાડકાં સૂકાઇ ગયાં છે, આશા ઊડી ગઇ છે, અમે કપાઇ ગયેલા છીએ.’

દારિયેલ 6:10

હુકમ ઉપર સહી થઇ છે એવી જાણ થતાં દાનિયેલ ઘેર આવ્યો. એના ઉપલા માળના ઓરડાની બારીઓ યરૂશાલેમની દિશામાં પડતી હતી. તેણે હંમેશની માફક રોજ ત્રણ વાર ઘૂંટણિયે પડીને દેવની સ્તુતિ કરી અને પ્રાર્થના કરવાનું ચાલું રાખ્યું.

Interlinear

Choose Theme