Home Bibles ☰ Books યોહાન 17:15 · ગુજરાતી બાઇબલ
યોહાન 17:15 · ગુજરાતી બાઇબલ

હું તને તેઓને આ દુનિયામાંથી બહાર લઈ જવાનું કહેતો નથી. પણ હું તને દુષ્ટ પાપમાંથી (શેતાનથી) તેઓને સલામત રાખવાનું કહું છું.

Cross references

ઊત્પત્તિ 48:16

જે દેવદૂતે મને સર્વ અનિષ્ટોમાંથી ઉગાર્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો; અને માંરું નામ તથા માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાકનાં નામ એમના વડે અમર રહો. અને આ પૃથ્વી પર એમના વંશની વૃદ્વિ થાઓ.”

1 કાળવ્રત્તાંત 4:10

યાબેસે ઇસ્રાએલના દેવને પ્રાર્થના કરી કે, હું તમને, પ્રાર્થના કરું છું કે, તમે મને આશીર્વાદ આપો અને મારી ભૂમિનો વિસ્તાર કરો, “તમે મારી સાથે રહો અને મને ગૌચર ભૂમિ આપો જેથી મને પરિશ્રમ કરવો ન પડે.” દેવે તેની પ્રાર્થના માન્ય રાખી.

ગીતશાસ્ત્ર 30:9

“હે યહોવા, હું મરી જઇશ તો તમારું શું સારું થશે? મારી કબરની ધૂળ તમારી સ્તુતિ કરી શકશે? શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?

ગીતશાસ્ત્ર 121:7

યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે. યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.

સભાશિક્ષક 9:10

જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.

યશાયા 38:18

જેઓ પહોંચી ગયા છે મૃત્યુલોકમાં, નથી કરી શકતાં ગુણગાન તેઓ તારા. જેઓ શેઓલમાં પહોંચી ગયા છે તેઓ તારા વચન પર વિશ્વાસ રાખી શકતા નથી.

યશાયા 57:1

સારા માણસો મરી જાય છે, પણ કોઇ વિચાર કરતું નથી; ધમિર્ષ્ઠ માણસો પોતાના સમય અગાઉ મૃત્યુ પામે છે. શા માટે આવું બને છે તે કોઇ સમજતું નથી. ભૂંડા દિવસો અને આફતમાંથી ઉગારવા માટે દેવ તેઓને ઉપાડી લે છે તે તેઓ સમજતા નથી.

માથ્થી 5:37

ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.

માથ્થી 6:13

અને અમને લાલચમાં પડવા દઈશ નહિ; પરંતુ શેતાનથી અમને બચાવ.

લૂક 8:38

જે માણસ કે જેનામાંથી ભૂતો નીકળ્યાં હતા તેણે ઈસુ સાથે જવા વિનંતી કરી. પણ ઈસુએ તે માણસને વિદાય કર્યો. અને કહ્યું,

લૂક 11:4

અમે કરેલાં પાપ તું માફ કર, કારણ કે અમે અમારા પ્રત્યેક અપરાધીઓને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં ના લાવો પણ ભૂંડાઇથી અમારો છૂટકો કર.”‘

ગલાતીઓને પત્ર 1:4

આપણાં પાપો માટે ઈસુએ પોતાનું સ્વાર્પણ કર્યુ. આપણને આ અનિષ્ટ દુનિયા કે જેમાં આપણે જીવીએ છીએ. તેમાંથી મુક્તિ અપાવવા ઈસુએ આમ કર્યુ. આપણા દેવ પિતાની આ ઈચ્છા હતી.

Interlinear

Choose Theme