Home Bibles લૂક 8:38 · ગુજરાતી બાઇબલ
લૂક 8:38 · ગુજરાતી બાઇબલ

જે માણસ કે જેનામાંથી ભૂતો નીકળ્યાં હતા તેણે ઈસુ સાથે જવા વિનંતી કરી. પણ ઈસુએ તે માણસને વિદાય કર્યો. અને કહ્યું,

Cross references

નિર્ગમન 12:25

અને યહોવાએ તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમાંરે આ નિયમનું પાલન કરવું.

નિર્ગમન 13:8

તે દિવસે તમાંરે તમાંરાં બાળકોને કહેવું કે, ‘અને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાએ અમાંરા માંટે જે કર્યુ હતું તે માંટે અમે આ ઉત્સવ ઉજવી રહ્યાં છીએ.’

નિર્ગમન 13:14

“ભવિષ્યમાં તમાંરાં બાળકો કદાચ પૂછશે કે, ‘આનો અર્થ શો? તમે આ કેમ કરો છો?’ ત્યારે તમાંરે કહેવું કે, ‘પોતાના બાહુબળથી યહોવા અમને મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર કાઢી લાવ્યા હતા.

પુનર્નિયમ 10:20

“તમાંરા દેવ યહોવાથી ડરો અને તેની ઉપાસના કરો. તેને કદી ન છોડો અને તેના નામ માંત્રથી સોગન ખાવ.

ગીતશાસ્ત્ર 27:4

હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી, “મારા જીવનના સર્વ દિવસો પર્યંત મને યહોવાનાં મંદિરમાં બેસવા દો જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”

ગીતશાસ્ત્ર 32:7

જીવનનાં સર્વ સંકટોમાં તમે મારી છુપાવવાની જગા છો, તમે મને સંકટોમાં ઉગારી લો છો; મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.

ગીતશાસ્ત્ર 71:17

હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે, ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.

ગીતશાસ્ત્ર 78:3

જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે; જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.

ગીતશાસ્ત્ર 107:21

ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.

ગીતશાસ્ત્ર 107:31

તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે; તેઓને યહોવાનો આભાર માનવા દો.

ગીતશાસ્ત્ર 111:2

યહોવાના કાર્યો મહાન છે; લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.

ગીતશાસ્ત્ર 116:12

યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો હું તેને શો બદલો આપું?

ગીતશાસ્ત્ર 116:16

હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે, હે યહોવા, ખરેખર હું તમારો દાસ; તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.

ગીતશાસ્ત્ર 145:3

યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.

યશાયા 63:7

યહોવાના ઉપકારો હું સંભારીશ અને આપણે માટે એણે જે કાઇં કર્યું છે તે માટે હું તેના ગુણગાન ગાઇશ. પોતાની અપાર કરુણા અને દયાથી પ્રેરાઇને તેણે ઇસ્રાએલના લોકોનું ભારે મોટું કલ્યાણ કર્યું છે.

માર્ક 5:18

ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનંતી કરી.

લૂક 8:28

અશુદ્ધ આત્મા તેને વારંવાર વળગતો. તેને કાબુમાં રાખવા માટે તેના હાથ અને પગ સાંકળથી બાંધવામાં આવતા. તે માણસ હંમેશા સાંકળો તોડી નાંખતો. અને તેના અંદર રહેલા ભૂતો નિર્જન જગ્યાએ બહાર જવા તેને દબાણ કરતા.

લૂક 8:37

ગેરસાનીઓના બધાજ લોકોએ ઈસુને દૂર ચાલ્યા જવા કહ્યું. તેઓ બધા ડરી ગયા હતા.તેથી ઈસુ પાછો હોડીમાં બેઠો અને ગાલીલ પાછો ફર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 9:13

પણ આનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિષે કહ્યું છે. તેઓએ યરૂશાલેમમાં તારા પવિત્ર લોકોને કેટલું બધું દુ:ખ આપ્યું હતું તેના સંબંધમાં મને કહ્યું હતું.

ગલાતીઓને પત્ર 1:23

તેઓએ માત્ર મારા વિષે આ સાંભળ્યું હતું કે: “આ માણસ આપણને ખૂબ સતાવતો હતો. પરંતુ હવે તે લોકોને તે જ વિશ્વાસ વિષે વાત કહે છે કે જેનો એક વખત નાશ કરવાનો તેણે પ્રયત્ન કરેલો.”

ફિલિપ્પીઓને પત્ર 1:23

જીવન અને મરણ વચ્ચેની પસંદગી ઘણી મુશ્કેલ છે. આ જીવન જીવવાનું હું ઈચ્છુ છું, અને ખ્રિસ્ત સાથે થઈશ. કારણ કે તે વધારે સારું છે.

1 તિમોથીને 1:13

ભૂતકાળમાં તો હુ ખ્રિસ્તની વિરૂદ્ધમાં બોલતો હતો, અને બધા પર જુલમ ગુજારતો હતો મે તેને આઘાત આપે તેવા ઘણાં કામો કર્યા. પરંતુ દેવે મને ક્ષમા આપી, કેમ કે હુ શું કરતો હતો તેનું મને ભાન નહોતું. જ્યાં સુધી હુ વિશ્વાસુ ન થયો, ત્યાં સુધી એવું કર્યા કર્યુ.

Interlinear

Choose Theme