Home Bibles યોહાન 11:6 · ગુજરાતી બાઇબલ
યોહાન 11:6 · ગુજરાતી બાઇબલ

યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ માંદો છે ત્યારે પોતે જ્યાં હતો તે જ જગ્યાએ તે બે દિવસ વધારે રહ્યો.

Cross references

ઊત્પત્તિ 22:14

તેથી ઇબ્રાહિમે તે જગ્યાનું નામ યહોવા-યિરેહપાડયું. આજે પણ લોકો કહે છે, “આ પર્વત પર યહોવાને જોઇ શકાય છે.”

ઊત્પત્તિ 42:24

અને પછી યૂસફ તેઓની પાસેથી ચાલ્યો ગયો અને રડી પડયો. પાછળથી તેઓની પાસે પાછા ફરીને તેણે તેઓની સાથે વાત કરી, પછી તેમનામાંથી શિમયોનને લઇને તેમના દેખતાં જ તેને દોરડે બાંધ્યો.

ઊત્પત્તિ 43:29

યૂસફે પોતાની આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને, જે એની સગી માંનો પુત્ર હતો તેને જોઈને કહ્યું, “તમે જેના વિષે કહ્યું હતું તે જ આ તમાંરો સૌથી નાનો ભાઈ છે? માંરા પુત્ર! દેવ તારા પર કૃપા કરો.”

ઊત્પત્તિ 44:1

પછી યૂસફે પોતાના સેવકને હુકમ કર્યો કે, “એ લોકોની ગૂણોમાં એ લોકો જેટલું લઈ જઈ શકે, તેટલું અનાજ ભરો. અને દરેક જણનાં પૈસા તેની ગુણમાં મોઢા આગળ મૂકી દો;

ઊત્પત્તિ 45:1

યૂસફ પોતાની લાગણીઓને વધુ વખત નિયંત્રિત કરી શકયો નહિ. તેની પાસે ઊભા રહેલા બધાની ઉપસ્થિતિમાં રડી પડ્યો અને બોલી ઊઠયો, “માંરી આગળથી બધાને દૂર કરો.” આથી જયારે યૂસફે પોતાના ભાઈઓ આગળ પોતાની જાતને પ્રગટ કરી ત્યારે ત્યાં બીજુ કોઇ ન હતું.

યશાયા 30:18

તેમ છતાં યહોવા તમારા પર કૃપા કરવાની રાહ જોઇ રહ્યો છે, તમારા પર દયા કરવાને તલપી રહ્યો છે; કારણ કે યહોવા તો ન્યાયનો દેવ છે, તેને ભરોસે રહેનાર સર્વ આશીર્વાદિત છે.

યશાયા 55:8

યહોવા કહે છે, “મારા વિચારો એ તમારા વિચારો નથી અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી.

માથ્થી 15:22

ત્યાં રહેતી એક કનાની સ્ત્રીઓ ઈસુ પાસે આવીને જોરથી બૂમ પાડીને વિનંતી કરી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરીને ભૂત વળગેલું છે અને તે કાયમ રિબાયા કરે છે.”

Interlinear

Choose Theme