Home Bibles ઊત્પત્તિ 44:1 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 44:1 · ગુજરાતી બાઇબલ

પછી યૂસફે પોતાના સેવકને હુકમ કર્યો કે, “એ લોકોની ગૂણોમાં એ લોકો જેટલું લઈ જઈ શકે, તેટલું અનાજ ભરો. અને દરેક જણનાં પૈસા તેની ગુણમાં મોઢા આગળ મૂકી દો;

Cross references

ઊત્પત્તિ 24:2

ઇબ્રાહિમે પોતાના ઘરના જૂનામાં જૂના નોકરને બોલાવ્યો અને કહ્યું, “માંરી જાંઘ નીચે તારો હાથ મૂક.

ઊત્પત્તિ 42:25

ત્યારબાદ યૂસફે તેઓની ગુણોમાં અનાજ ભરવાની દરેકના પૈસા તેના થેલામાં પાછા મૂકવાની તથા તેમને મુસાફરી માંટે ભાતું આપવાની આજ્ઞા કરી; અને તેઓને તે પ્રમાંણે કરી આપવામાં આવ્યું.

ઊત્પત્તિ 42:35

પછી એમ થયું કે, જ્યારે તેઓ પોતપોતાની ગુણો ખાલી કરતાં હતા ત્યારે દરેક જણને તેમના પૈસાની કોથળી ગુણોમાંથી મળી આવી. પછી એ પૈસાની થેલીઓ જોઈને તેઓ તથા તેમના પિતા ગભરાઈ ગયા.

ઊત્પત્તિ 43:2

એટલે તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે બધું જ ખાવામાં વપરાઈ ગયું એટલે તેમના પિતાએ તેમને કહ્યું, “તમે પાછા જાઓ અને આપણા માંટે થોડું અનાજ ખરીદી લાવો.”

ઊત્પત્તિ 43:16

પછી યૂસફે તેમની સાથે બિન્યામીનને જોયો તેથી તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માંણસોને ઘેર લઈજા, કોઈ જાનવરને કાપીને ભોજન તૈયાર કર. કારણ કે આ માંણસો માંરી સાથે જમનાર છે.”

ઊત્પત્તિ 43:19

આથી તેઓ યૂસફના ઘરના બારણા આગળ આવ્યા અને યૂસફના કારભારી પાસે જઈને તેને કહ્યું,

યશાયા 3:1

જુઓ, સૈન્યોનો પ્રભુ યહોવા યરૂશાલેમમાંથી તથા યહૂદામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઇ લેનાર છે;

Interlinear

Choose Theme