Home Bibles યોએલ 2:27 · ગુજરાતી બાઇબલ
યોએલ 2:27 · ગુજરાતી બાઇબલ

પછી તમને ખબર પડશે કે, હું ઇસ્રાએલમાં છું, ને હું તમારો દેવ યહોવા છું, ને બીજું કોઇ નથી; અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.”

Cross references

લેવીય 26:11

હું તમાંરી વચ્ચે માંરું નિવાસ કરીશ. હું તમાંરો ત્યાગ કરીશ નહિ.

લેવીય 26:12

હું તમાંરી મધ્યે વાસો કરીશ. હું તમાંરો દેવ થઈશ અને તમે માંરી પ્રજા થશો.

ગણના 11:29

પણ મૂસાએ પ્રત્યુત્તર આપ્યો, “શું તને માંર પ્રતિષ્ઠાની ચિંતા છે? હું તો ઈચ્છું છું કે યહોવાના બધા લોકો પ્રબોધકો થાય યહોવા સૌને આત્માં આપે.”

ગણના 23:21

દેવે યાકૂબના લોકોમાં કઈ જ ખોટું ન જોયું. દેવે ઇસ્રાએલના લોકોમાં કોઈ પાપ જોયું ન હતું. તેઓના દેવ યહોવા તેમની સાથે છે; તેઓની વચ્ચે તેનો જયજયકાર રાજાની જેમ થાય છે.

પુનર્નિયમ 23:14

“તમાંરા દેવ યહોવા તમાંરું રક્ષણ કરવા તથા દુશ્મનોથી તમને ઉગારવા છાવણીમાં ફરે છે. માંટે તમાંરે છાવણીને શુદ્વ રાખવી. તમાંરી છાવણીમાં કોઈ અશુદ્વ વસ્તુ એમની નજરે ચડવી જોઈએ નહિ, નહિ તો તે તમાંરો ત્યાગ કરશે.

ગીતશાસ્ત્ર 46:5

દેવ સ્વયં તે નગરમાં વસે છે. દેવ પરોઢિયે તેની સહાય કરશે, તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.

ગીતશાસ્ત્ર 68:18

જ્યારે તે ઉંચાઇ પર જાય છે, તે બંદીવાનોની કૂચને ઘેરે છે, જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા તેમની પાસેથી તથા માણસોપાસેથી ભેટો સ્વીકારવા યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.

નીતિવચનો 1:23

જો તમે મારી ચેતવણી સાંભળશો તો હું મારો આત્મા તમારા પર રેડીશ અને મારા વચનો તમને જણાવીશ.

યશાયા 12:6

હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો, ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે. અને તમારા સૌની વચ્ચે વસે છે.

યશાયા 44:3

“હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ.

યશાયા 45:5

હું જ યહોવા છું, મારા સિવાય બીજો દેવ નથી. તું મને ઓળખતો નથી, છતાં હું તને શસ્રોથી સજ્જ કરીશ.

યશાયા 45:6

અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વ પ્રજાઓ જાણશે કે બીજો કોઇ દેવ નથી. હું યહોવા છું, હું એકલો જ દેવ છું.

યશાયા 45:18

યહોવા આકાશનો સર્જનહાર છે. તે દેવ છે. તેણે આ પૃથ્વીની રચના કરી છે. ઘડી છે અને સ્થિર કરીને સ્થાપી છે એને સૂની રહેવા માટે નહિ, પણ વસવા માટે તેણે બનાવી છે. યહોવા કહે છે, “હું યહોવા છું. મારા સિવાય બીજું કોઇ નથી.”

યશાયા 45:21

આગળ આવો અને તમારો દાવો રજૂ કરો; ભેગા મળીને નક્કી કરો.“ભૂતકાળમાં કોણે આ ભવિષ્ય ભાખ્યું હતું? કોણે આ પહેલાથી કહ્યું હતું? શું હું એ યહોવા નહોતો? મારા સિવાય બીજો કોઇ દેવ નથી, જે વિજયવંત અને ઉદ્ધાર કરવા માટે સમર્થ હોય.

યશાયા 46:9

ભૂતકાળની જુની વાતોનું સ્મરણ કરો! એક માત્ર હું જ દેવ છું, બીજો કોઇ નથી, એક માત્ર હું જ દેવ છું, મારા સમાન કોઇ નથી.

યશાયા 53:6

આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

યર્મિયાનો વિલાપ 37:26

“‘હું તેઓની સાથે શાંતિનો કરાર અનંતકાળને માટે કરીશ, હું તેઓને આશીર્વાદ આપીશ. હું તેમને ફરી સ્થાપીશ અને તેમની વંશવૃદ્ધિ કરીશ. અને તેમની વચ્ચે મારા મંદિરની કાયમ માટે સ્થાપના કરીશ.

યર્મિયાનો વિલાપ 39:22

તે દિવસથી ઇસ્રાએલીઓ જાણવા પામશે કે હું તેમનો દેવ યહોવા છું.

યર્મિયાનો વિલાપ 39:28

અને ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો દેવ યહોવા છું, કારણ, મેં તેમને બીજી પ્રજાઓમાં દેશવટે મોકલ્યા હતા. અને હું જ તેમને પોતાના વતનમાં પાછા ભેગા કરનાર છું. એકને પણ બહાર રહેવા દેનાર નથી.

યર્મિયાનો વિલાપ 39:29

અને ઇસ્ત્રાએલી કુળ પર મારો પ્રાણ રેડ્યા પછી ફરી કદી હું તેમનાથી વિમુખ નહિ થાઉં?” આમ યહોવા મારા માલિક કહે છે.

યોએલ 2:26

તમે ચોક્કસ ઘરાઇને ખાશો અને યહોવા દેવના નામની સ્તુતિ કરશો; જે તમારી સાથે અદ્ભૂત રીતે ર્વત્યા છે અને મારા લોકો ફરી કદી લજ્જિત નહિ થાય.

યોએલ 3:17

ત્યારે તમે જાણશો કે, “હું મારા પવિત્ર પર્વત સિયોન ઉપર બેસનારો તમારો દેવ યહોવા છું. પછી યરૂશાલેમ પવિત્ર નગરી બનશે અને વિદેશીઓ તેના પર આક્રમણ કરશે નહિ.”યહૂદાને ફરીથી નવી બનાવાશે

સફન્યા 3:17

યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે. તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે. તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે, અને એક ઉત્સવના દિવસની જેમ તે ખૂબ આનંદથી પોકાર કરે છે.

ઝખાર્યા 2:9

જુઓ, યહોવા કહે છે, “હું તેઓ પર મારો હાથ ફરકાવીશ અને તેઓ તેમના સેવકોને હાથે લૂંટાશે, અને ત્યારે તમે જાણશો કે સૈન્યોનો દેવ યહોવાએ મને મોકલ્યો છે.”

2 કરિંથીઓને 6:16

દેવના મંદિર અને મૂર્તિઓ વચ્ચે કોઈ જાતનો કરાર હોઈ શકે? આપણે જીવતા દેવનું મંદિર છીએ, જેમ દેવ કહે છે કે:“હું તેઓની સાથે જીવીશ અને તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.” લેવીય 26:11-12

1 પિતરનો પત્ર 2:6

પવિત્રશાસ્ત્ર કહે છે કે: “જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે, અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું; જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” યશાયા 28:16

પ્રકટીકરણ 21:3

મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે.

Interlinear

Choose Theme