Home Bibles યશાયા 45:18 · ગુજરાતી બાઇબલ
યશાયા 45:18 · ગુજરાતી બાઇબલ

યહોવા આકાશનો સર્જનહાર છે. તે દેવ છે. તેણે આ પૃથ્વીની રચના કરી છે. ઘડી છે અને સ્થિર કરીને સ્થાપી છે એને સૂની રહેવા માટે નહિ, પણ વસવા માટે તેણે બનાવી છે. યહોવા કહે છે, “હું યહોવા છું. મારા સિવાય બીજું કોઇ નથી.”

Cross references

ઊત્પત્તિ 1:2

પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને દેવનો આત્માં પાણી પર હાલતો હતો

ઊત્પત્તિ 1:26

પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ, જે આપણી પ્રતિમાંરૂપ અને આપણને મળતો આવતો હોય; જે સમુદ્રમાંનાં માંછલાં પર, અને આકાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે. તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.”

ઊત્પત્તિ 1:28

દેવે તેઓને આશીર્વાદ આપ્યા. દેવે તેઓને કહ્યું, “ઘણાં સંતાનો પ્રાપ્ત કરો, પૃથ્વીને ભરી દો અને તેનું નિયંત્રણ કરો. સાગરનાં માંછલાં પર અને આકાશના પક્ષીઓ પર શાસન કરો. પૃથ્વી પરનાં પ્રત્યેક જીવ પર શાસન કરો.”

ઊત્પત્તિ 9:1

પછી દેવે નૂહ અને તેના પુત્રોને આશીર્વાદ આપ્યા અને તેમને કહ્યું કે, બાળકો પેદા કરો, અને તમાંરા લોકોથી પૃથ્વીને ભરી દો.

ગીતશાસ્ત્ર 115:16

આકાશો તે યહોવાનાઁ પોતાના છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.

યશાયા 42:5

જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.

યશાયા 45:5

હું જ યહોવા છું, મારા સિવાય બીજો દેવ નથી. તું મને ઓળખતો નથી, છતાં હું તને શસ્રોથી સજ્જ કરીશ.

યશાયા 45:12

મેં એકલાએ જ આ પૃથ્વીનું સર્જન કર્યુ છે. અને પૃથ્વી પર માનવનું સર્જન કર્યુ છે. મેં મારા પોતાને હાથે જ આકાશને ફેલાવ્યું છે અને મારી આજ્ઞાથી જ નક્ષત્રમંડળ ચાલે છે.

ચર્મિયા 10:12

પરંતુ આપણા દેવે પોતાના સાર્મથ્યથી પૃથ્વીને ઉત્પન કરી, પોતાના ડાહપણથી પૃથ્વીને સ્થાપી, પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યુ.

ચર્મિયા 51:15

યહોવાએ પોતાની શકિત અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે, પોતાના જ્ઞાનથી તેને સ્થિર કરીને સ્થાપી છે, પોતાના કૌશલથી આકાશને ફેલાવ્યું છે.

યર્મિયાનો વિલાપ 36:10

હું તમારા પર પુષ્કળ માણસોને વસાવીશ, ઇસ્રાએલના આખા વંશને હું વસાવીશ; શહેરોમાં ફરી વસ્તી થશે અને ખંડિયેરો ફરી બંધાશે.

Interlinear

Choose Theme