Home Bibles યોએલ 1:7 · ગુજરાતી બાઇબલ
યોએલ 1:7 · ગુજરાતી બાઇબલ

તેઓએ મારી દ્રાક્ષની લતાઓનો નાશ કર્યો છે અને અંજીર વૃક્ષો પર ફકત પાતળી ડાળીઓ છોડી છે. તેઓએ તેની છાલ સંપૂર્ણત: ઉતારી લીધી છે અને તેને બાજુમાં ફેંકી દીઘું છે. ડાળીઓ સફેદ દેખાય છે.

Cross references

નિર્ગમન 10:15

તીડોનાં ટોળે ટોળાં સમગ્ર ભૂમિ પર છવાઈ ગયા અને ધરતી કાળી કાળી થઈ ગઈ. કરામાંથી બચી ગયેલા મિસર દેશના તમાંમ છોડો અને વૃક્ષો ઉપરનાં બધાંજ ફળ તેઓ ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને છોડો નામશેષ થઈ ગયા. કોઈ પણ છોડ પર એકે પાંદડું રહ્યું નહિ.

ગીતશાસ્ત્ર 105:33

તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીના ઝાડોનો નાશ કર્યો. અને તેમની આખી સરહદો પરનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.

યશાયા 5:6

અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ, કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ, એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે. હું વાદળોને આજ્ઞા કરીશ કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”

યશાયા 24:7

દ્રાક્ષના વેલા કરમાઇ ગયા છે, તેથી દ્રાક્ષનો દ્રાક્ષારસ બનતો નથી, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. અને રૂદન કરે છે.

યશાયા 32:12

પાકથી ભરપૂર એવા તમારાં ખેતરો અને ફળદાયક દ્રાક્ષવાડીઓ માટે તમારી દિલગીરી વ્યકત કરવા તમે તમારી છાતી કૂટો.

ચર્મિયા 8:13

યહોવા કહે છે કે, “હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ; વળી દ્રાક્ષાવેલા પર કઇં દ્રાક્ષો થશે નહિ, ને અંજીરીને અંજીર લાગશે નહિ, ને પાંદડા ચીમળાશે; મેં તેઓને જે કઇં આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.” આ યહોવાના વચન છે.

હોશિયા 2:12

જે દ્રાક્ષની વાડીઓ અને અંજીરના વૃક્ષો વિષે તે એમ કહે છે કે, ‘એ તો મારા પ્રેમીઓએ મને આપેલી ભેટ છે.’ હું તેને ઉજ્જડ બનાવી દઇશ, અને હું તેઓને જંગલમાં ફેરવી નાખીશ અને જંગલી પ્રાણીઓ તેને ખાઇ જશે.

યોએલ 1:12

દ્રાક્ષની વેલીઓ સુકાઇ રહી છે, અંજીર સુકાઈ રહ્યાં છે. દાડમ, તાડ, સફરજન અને ખેતરમા બધાં વૃક્ષો સૂકાઇ ગયા છે. લોકોમાંથી આનંદ જતો રહ્યો છે.

આમોસ 4:9

“મેં તમારા આનાજના ખેતરો સૂકવી નાખ્યા, તમારા બાગો અને દ્રાક્ષના બગીચાઓ તડકાથી શામળાં પાડી દીધા, તીડ તમારાં અંજીરના વૃક્ષો અને જૈતૂનના ફૂલ ઝાડના બગીચા ખાઇ ગયા, છતાઁ તમે મારી તરફ પાછા ફર્યા નહિ.” આ યહોવાના વચનો છે.

હબાક્કુક 3:17

ભલેને અંજીરીને ફૂલના બેસે, ને દ્રાક્ષની લતાઓને દ્રાક્ષા ન આવે; જૈતૂનનો પાક નિષ્ફળ જાય, ને ખેતરોમાં ધાન ન પાકે, કોડમા ઢોરઢાંખર ના રહે, ને નાશ પામે વાડામાં ને તબેલામા ,ઘેટાંબકરાં,

માલાખી 3:11

હું તીડોને મનાઇ કરીશ, જેથી તેઓ તમારાં ખેતરના પાકને ખાઇ ન જાય અને તમારા દ્રાક્ષના વેલા ફળ્યા વગર ન રહે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

Interlinear

Choose Theme