દ્રાક્ષના વેલા કરમાઇ ગયા છે, તેથી દ્રાક્ષનો દ્રાક્ષારસ બનતો નથી, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. અને રૂદન કરે છે.
Cross references
કારણ, હેશ્બોનમાં ખેતરો કસ વગરનાં થઇ ગયા છે. સિબ્માહની દ્રાક્ષની વાડીઓ ખેદાનમેદાન થઇ ગઇ છે. એક સમય એવો હતો જ્યારે એ દ્રાક્ષની વાડીઓ બાલ-ગોયિમ અને યાઝેર સુધી પહોંચતી હતી. અને ત્યાંથી ઠેઠ રણ સુધી ફેલાતી હતી; અને પશ્ચિમમાં એની શાખાઓ સમુદ્રની સામે પાર સુધી પહોંચતી હતી.
તમારી વાડીઓમાંથી આનંદ લોપ પામ્યા છે, દ્રાક્ષકુંજોમાં ગીતો ગવાતા બંધ થઈ ગયા છે; આનંદના પોકાર કોઇ કરતું નથી, કે કોઇ દ્રાક્ષારસ બનાવવા માટે દ્રાક્ષો ગૂંદતું નથી, બધા લણનારાઓનો કલશોર શમી ગયો છે.
એશઆરામમાં જીવન વ્યતિત કરતી સુખવાસી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર પુત્રીઓ, મારાં વચનો પર ધ્યાન આપો!
હે બેદરકાર સ્ત્રીઓ, અત્યારે તમને કશી ચિંતાફિકર નથી, પણ વરસ પૂરું થતાં જ તમે ધ્રૂજી ઊઠશો, કારણ, દ્રાક્ષની ભેગી કરવાની ઋતું પૂરી થઇ ગઇ હશે અને તમે કઇં ભેગું કર્યું નહિ હોય.
પાકથી ભરપૂર એવા તમારાં ખેતરો અને ફળદાયક દ્રાક્ષવાડીઓ માટે તમારી દિલગીરી વ્યકત કરવા તમે તમારી છાતી કૂટો.
ત્યારે હું તેમને શિક્ષા કરીશ અને તેમના સમગ્ર પ્રદેશને વેરાન વગડો બનાવી દઇશ. રણમાં આવેલા રિબ્બાથી માંડીને દરેક પ્રદેશ જ્યાં તેઓ રહ્યાં હતાં તેનો વિનાશ થશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”
હે ઇસ્રાએલ, બીજા રાષ્ટોનાં લોકોની જેમ આનંદ ન કર. આનદ ન કરીશ, કારણકે તમે તમારા દેવ યહોવાને વિશ્વાસુ નથી રહ્યાં. જમીનનાં એક છેડાથી બીજા છેડા સુધી તમે પોતે વારાંગનાની જેમ બઆલ દેવને વેચાયા છો. તમે સમજતા હતા કે, બઆલની સેવા કરવાથી તમને અનાજનો સારો પાક મળશે.
ખેતરો લૂંટાઇ ગયા છે. ભૂમિ આક્રંદ કરે છે. કેમ કે અનાજ લૂંટાઇ ગયું છે. નવી દ્રાક્ષ સુકાઇ ગઇ છે. તેલ સુકાઇ જાય છે.