સમગ્ર દેશમાં અયૂબની પુત્રીઓ જેવી અન્ય કોઇ સુંદર સ્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓના ભાઇઓની સાથે હિસ્સો આપ્યો.
Cross references
“સલોફહાદની પુત્રીઓની વાત બરાબર છે. એ લોકોને પણ એમના પિતાના ભાઈઓની સાથે તું તેમને ભાગ આપ; તેમના પિતા જીવતાં હોત તો જે વારસો તેમને આપવામાં આવ્યો હોત તે તું તેઓને આપ.
જ્યારે તે પરણીને આવી ત્યારે ઓથ્નીએલે તેને તેના બાપ પાસે એક ખેતરની માંગણી કરવા ચડાવી. તે કાલેબ પાસે ગઈ અને ગધેડા ઉપરથી ઊતરી એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”
પ્રત્યેક કુળસમૂહમાંથી ત્રણ માંણસો પસંદ કરો; હું તેમને આખા દેશમાં મોકલીશ. અને તેઓ પ્રદેશનું વર્ણન લખશે અને માંરી પાસે પાછા આવશે.
અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
“આ સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો હતો. તે ઘણો સુંદર હતો. ત્રણ માસ સુધી તેના પિતાના ઘરમાં મૂસાની સંભાળ લીધી.