Home Bibles પુનર્નિયમ 15:7 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 15:7 · ગુજરાતી બાઇબલ

“પરંતુ તમાંરા દેવ યહોવા તમને જે પ્રદેશ આપે છે, તેના કોઈ પણ ગામમાં તમાંરો કોઈ જાતિભાઈ આથિર્ક મુશ્કેલીમાં આવી પડે, તો કઠોર હૃદયના ના બનશો. કે મદદનાં હાથને રોકશો નહિ.

Cross references

લેવીય 25:35

“અને જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબીમાં આવી પડે અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવાની જવાબદારી તારી છે; તારે ઘેર મહેમાંન તરીકે આવવા માંટે તેને નિમંત્રણ આપ. જેથી તે તમાંરી સાથે રહી શકે.

પુનર્નિયમ 15:9

“પણ સાવધાન! જોજો, એવું ના બને કે, “જયારે સાતમું ઋણમુકિતનું વર્ષ નજીક આવ્યું છે ત્યારે હલકા વિચારથી ભરાઇને તમે તમાંરા આથિર્ક મુશ્કેલીમાં આવી પડેલા જાતભાઈ પ્રત્યે લાગણીહીન બની તેને કંઈ ન આપો, નહિતર તે તમાંરી વિરુદ્ધ યહોવાને પોકાર કરશે અને તમે દોષિત ઠરશો.

એસ્તેર 9:19

આ કારણથી જ યહૂદીઓ કોટ વિનાના ગામડાંઓમાં અને શહેરોમાં રહે છે, તેઓ અદાર માસના ચૌદમા દિવસને ઉત્સવના દિવસ તરીકે એક બીજાને ભેટો આપી અને ઉજાણી કરીને ઉજવે છે.

એસ્તેર 9:22

કારણ તે દિવસે યહૂદીઓએ પોતાના દુશ્મનોનો નાશ કર્યો હતો, અને તે મહિનામાં તેમનો શોક આનંદમા પલટાઇ ગયો હતો, અને તેમના દુ:ખના દિવસો આનંદના દિવસોમાં બદલાઇ ગયા હતાં, જેમાં એકબીજાને ભેટ આપવી અને ગરીબોને દાન આપવું.

નીતિવચનો 21:13

જે કોઇ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે તેનો પોકાર પણ કોઇ સાંભળશે નહિ.

માથ્થી 18:30

“પણ પહેલો નોકર સંમત ન થયો, તેણે તેના સાથી સેવકની ધરપકડ કરવા માટે ગોઠવણ કરી. અને પૂરેપુરું દેવું ચૂકવી આપે નહિ ત્યાં સુધી તેને જેલમાં પૂરાવ્યો.

યાકૂબનો 2:15

ખ્રિસ્તમાં કેટલાએક ભાઈઓ અને બહેનોને દિવસ દરમ્યાન કપડા પહેરવા ન મળે અને રોજનો પૂરતો ખોરાક ન હોય.

1 યોહાનનો પત્ર 3:16

એથી આપણે જાણીએ છીએ કે સાચો પ્રેમ શું છે ઈસુએ પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો. તેથી આપણે ખ્રિસ્તમાં આપણા ભાઈઓ અને બહેનો માટે આપણું જીવન સમર્પણ કરવું જોઈએ.

Interlinear

Choose Theme