તેઓ નાચગાનમાં પોતાનો સમય પસાર કરે છે, તેઓ વાંસળી, સારંગી અને ખંજરીના તાલે ગાય છે અને ઝૂમે છે.
Cross references
આદાહનો બીજો પુત્ર યૂબાલ પણ હતો. યૂબાલ યાબાલનો ભાઈ હતો. વીણા અને વાંસળી વગાડનારાઓનો તે પિતા હતો.
તું મને છેતરીને કહ્યા વગર જ ચૂપચાપ કેમ ભાગી ગયો? જો તેં મને જણાવ્યું હોત તો મેં ઉજવણી કરીનેે વાજતેગાજતે વિદાય આપી હોત.
ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
તમારી ઉજવણીઓમાં હંમેશા સારંગી અને વીણા, ખંજરી અને વાંસળી, તથા દ્રાક્ષારસના પાન સાથે મોજમજા સંકળાયેલી હોય છે. પણ યહોવા જે કરી રહ્યા છે તેની તેઓને ખબર નથી.
પરંતુ તેને બદલે તમે તો આનંદોત્સવ કર્યો,“ઢોર વધેર્યા, ઘેટાં માર્યા, માંસ ખાધું અને દ્રાક્ષારસ પીધો અને વિચાર્યુ કે, આજે ખાઇ પી લઇએ, કારણ, કાલે તો આપણે મરી જવાનું છે.”
તમે એશઆરામથી હાથીદાંતના પલંગો પર સૂઓ છો વળી તમે ટોળામાંથી કુમળા હલવાનો અને પસંદ કરેલા વાછરડાનું ભોજન ખાઓ છો.