Home Bibles ☰ Books અયૂબ 13:14 · ગુજરાતી બાઇબલ
અયૂબ 13:14 · ગુજરાતી બાઇબલ

ભલે ગમે તે થાય, હું મારું જીવન જોખમમાં મૂકવાં તૈયાર છું, હું મારો જીવ મૂઠીમાં લઇને ફરવા તૈયાર છું.

Cross references

ન્યાયાધીશો 12:3

મેં જોયું કે તમે અમને મદદ કરવા આવ્યા નહોતાં, તેથી તમાંરી મદદ વિના હું એકલો માંરા જીવના જોખમે આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા ગયો, યહોવાએ મને માંરા દુશ્મનો પર વિજય અપાવ્યો, તો પછી તમે આજે માંરી સાથે લડવા શા માંટે આવો છો?”

1 શમુએલ 19:5

તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા પલિસ્તીને માંર્યો હતો અને યહોવાએ ઇસ્રાએલને મોટો વિજય અપાવ્યો હતો એ જોઈને તમે પણ આનંદ પામ્યા હતા. તો પછી એક નિદોર્ષ માંણસને શા માંટે અન્યાય કરવો અને વગર કારણે શા માંટે દાઉદને માંરી નાખવો?”

1 શમુએલ 28:21

પેલી સ્ત્રી શાઉલની નજીક આવી અને જોયું કે તે ઘણો ભયભીત થઇ ગયો છે.એટલે તેણેે કહ્યું, “જુઓ સાહેબ, આ દાસીએ તમે જે કઇ કહ્યું તે કર્યું. મેં માંરા જીવને જોખમમાં નાખીને જે મને કરવા માંટે આજ્ઞા કરી હતી તે કર્યું.

અયૂબ 18:4

અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે લોકોએ પૃથ્વી છોડીને જવું? શું તમે વિચારો છો કે માત્ર તમારા સંતોષ માટે દેવ પર્વતોને હલાવશે?

ગીતશાસ્ત્ર 119:109

મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે; છતાં હું ભૂલતો નથી તારા નિયમને.

સભાશિક્ષક 4:5

મૂર્ખ કામ કરતા નથી અને પોતાની જાત પર બરબાદી લાવે છે.

યશાયા 9:20

બધા એકબીજાનું માંસ ખાય છે. જમણી બાજુ બચકું ભરે છે તોયે ભૂખ્યો રહે છે અને ડાબી બાજુ બચકું ભરે તોય સંતોષ પામતો નથી.

યશાયા 49:26

હું તારા દુશ્મનોને તેમનું પોતાનું માંસ ખવડાવીશ અને જાણે દ્રાક્ષારસ પીધો હોય એમ તેઓ પોતાનું જ લોહી પીને છાકટા બનશે, અને આખી માનવજાતને ખાતરી થશે કે હું, યહોવા તારો તારક અને ઉદ્ધારક અને યાકૂબનો મહાન પરાક્રમી દેવ છું.”

Interlinear

Choose Theme