Home Bibles ચર્મિયા 52:24 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 52:24 · ગુજરાતી બાઇબલ

રક્ષકટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને મંદિરના ત્રણ મુખ્ય રક્ષકોને પોતાની સાથે લઇ ગયો.

Cross references

2 રાજઓ 25:18

રક્ષકોના નાયકે મુખ્ય યાજક સરાયાને, તેની હાથ નીચેના યાજક સફાન્યાને અને ત્રણ દ્વારપાળોને કેદ પકડયા.

1 કાળવ્રત્તાંત 6:14

તેનો પુત્ર સરાયા અને તેનો પુત્ર યહોસાદાક થયો.

1 કાળવ્રત્તાંત 9:19

શાલ્લુમ તે કોરનો પુત્ર, તે એબ્યાસાફનો પુત્ર, તે કોરાહનો પુત્ર, અને શાલ્લુમ અને તેના પિતાના કુટુંબના તેના ભાઇઓ, એટલે કોરાહીઓ, તેઓ મંડપના દ્વારપાળો હતા; તેઓના પિતૃઓ પવિત્ર મંડપના પ્રવેશદ્વારની રક્ષા કરતાં હતા.

એઝરા 7:1

ઇરાનના રાજા આર્તાહશાસ્તાના શાસનમાં એઝરા બાબિલથી યરૂશાલેમ આવ્યો. પોતાના કુટુંબના ઇતિહાસ પ્રમાણે એઝરા સરાયાનો પુત્ર હતો; સરાયા અઝાર્યાનો પુત્ર હતો. અઝાર્યા હિલ્કિયાનો પુત્ર હતો;

ગીતશાસ્ત્ર 84:10

કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે, દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું, તે મને વધારે પસંદ છે.

ચર્મિયા 20:4

કારણ કે યહોવા તારા પર તથા તારા સર્વ મિત્રો પર ભય મોકલશે અને તેઓના શત્રુઓની તરવારોથી તેઓને તું મૃત્યુ પામતાં જોશે. આખો યહૂદિયા હું બાબિલના રાજાને સોંપી દઇશ. તે તેમને કેદ કરીને બાબિલ લઇ જશે અને ત્યાં તરવારથી મારી નાખશે.

ચર્મિયા 21:1

પછી જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માઅસેયા યાજકના પુત્ર સફાન્યાને યમિર્યાની પાસે મોકલીને કહેવડાવ્યું કે,

ચર્મિયા 29:25

જ્યારે તમે પોતે જ યરૂશાલેમના બધાં લોકોને આ પત્ર તમારા પોતાના નામે મોકલ્યા, અને માઅસેયાના પુત્ર સફાન્યા અને બધા યાજકોને કહ્યું,

ચર્મિયા 29:29

યાજક સફાન્યા તે પત્ર લઇને યમિર્યા પાસે આવ્યો અને તેને તે વાંચી સંભળાવ્યો.

ચર્મિયા 35:4

મંદિરમાં તેઓને ગદાલ્યાના પુત્ર હનાન પ્રબોધકના પુત્રોને આપવામાં આવેલા ઓરડામાં લઇ આવ્યો. આ ઓરડો મહેલના અધિકારીના ઓરડા પાસે તથા મંદિરના દરવાન શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડાની બરોબર પર હતો.

ચર્મિયા 37:3

તેમ છતાં સિદકિયાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યાજક સફાન્યાને યમિર્યા પાસે મોકલીને કહેવડાવ્યું કે, “તું અમારે માટે યહોવા આપણા દેવ પાસે પ્રાર્થના કર.”

ચર્મિયા 52:12

બાબિલના રાજા નબૂખાદરેસ્સારના શાસનના ઓગણીસમા વર્ષના પાંચમા મહિનાના દશમાં દિવસે રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો.

ચર્મિયા 52:15

તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને અને રહ્યાસહ્યા કારીગરોને દેશવટો દીધો,

યર્મિયાનો વિલાપ 24:5

ઉત્તમમાં ઉત્તમ ઘેટું લો, ઉત્તમમાં ઉત્તમ હાડકાં પણ નાખો, નીચે લાકડાં ગોઠવો, ખૂબ ઉકાળો, હાડકાં પણ બફાઇ જાય ત્યાં સુધી બફાવા દો.’

Interlinear

Choose Theme