Home Bibles 1 કાળવ્રત્તાંત 9:19 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 9:19 · ગુજરાતી બાઇબલ

શાલ્લુમ તે કોરનો પુત્ર, તે એબ્યાસાફનો પુત્ર, તે કોરાહનો પુત્ર, અને શાલ્લુમ અને તેના પિતાના કુટુંબના તેના ભાઇઓ, એટલે કોરાહીઓ, તેઓ મંડપના દ્વારપાળો હતા; તેઓના પિતૃઓ પવિત્ર મંડપના પ્રવેશદ્વારની રક્ષા કરતાં હતા.

Cross references

ગણના 26:9

અને તેના પુત્રો: નમુએલ, દાથાન, અને અબીરામ. દાથાન અને અબીરામ એટલે મૂસાની અને હારુનની સામે બંડ પોકારનાર પંચાચતના સભ્યો, કોરાહે અને તેની ટોળકીએ યહોવા સામે બળવો કર્યો ત્યારે એમણે તેઓને સાથ આપ્યો હતો.

ગણના 26:11

તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.

2 રાજઓ 11:9

તેથી અધિકારીઓએ યહોયાદાની આજ્ઞાનું પાલન કર્યું, તેમણે વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકઠા કર્યા અને તેમને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા.

2 રાજઓ 11:15

યાજક યહોયાદાએ સેનાના નાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લઈ જાઓ, યહોવાના મંદિરમાં એનો વધ કરવો નહિ, અને જે કોઈ એની સાથે આવે તેની હત્યા કરો.”

2 રાજઓ 12:10

તેમાં મૂકેલાં નાણાંથી પેટી જયારે ભરાઈ જતી ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક એ નાણાં ગણીને થેલીઓમાં મૂકતાં હતાં.

1 કાળવ્રત્તાંત 6:22

કહાથના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે; એનો પુત્ર આમ્મીનાદાબ, એનો પુત્ર કોરાહ, એનો પુત્ર આસ્સીર,

1 કાળવ્રત્તાંત 26:7

તેઓનાં નામ: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ. તેના ભાઇઓ અલીહૂ અને સમાખ્યા બહાદૂર પુરુષો હતા.

1 કાળવ્રત્તાંત 26:13

નાનાંમોટાં બધાં કુટુંબોએ ચિઠ્ઠી નાખી નિર્ણય કર્યો કે દરેક દરવાજા પર કોણ ચોકી કરશે.

2 કાળવ્રત્તાંત 23:4

તમારે બધાએ આ પ્રમાણે કરવાનું છે: તમારી ત્રણ ટૂકડી છે. તેમાંથી યાજકો અને લેવીઓની જેજે ટૂકડીઓ વિશ્રામવારે ફરજ પર રહેવાનું છે, તેણે દરવાજાની ચોકી કરવી; બીજી ટૂકડીએ રાજમહેલની ચોકી કરવી,

ગીતશાસ્ત્ર 42:1

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.

ગીતશાસ્ત્ર 44:1

હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે, જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું; તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.

ગીતશાસ્ત્ર 49:1

હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો; હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.

ગીતશાસ્ત્ર 84:10

કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે, દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું, તે મને વધારે પસંદ છે.

ચર્મિયા 35:4

મંદિરમાં તેઓને ગદાલ્યાના પુત્ર હનાન પ્રબોધકના પુત્રોને આપવામાં આવેલા ઓરડામાં લઇ આવ્યો. આ ઓરડો મહેલના અધિકારીના ઓરડા પાસે તથા મંદિરના દરવાન શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડાની બરોબર પર હતો.

Interlinear

Choose Theme