પછી યમિર્યાએ એવો ઉત્તર આપનારા સૌ કોઇને, સ્ત્રીઓને અને પુરુષોને કહ્યું,
Cross references
દમસ્કના સૈન્યે તેને હાર આપી હતી, તેથી તેણે તેઓના દેવના બલિદાનો કર્યા, તેણે માન્યું કે જો એ દેવોએ અરામના રાજાઓને સહાય કરી તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેનું અને યહૂદીયાના લોકોનું મોટું નુકશાન થયું.
તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને ઇસ્રાએલ પાસે, હા, મારી વિરુદ્ધ બંડ કરનાર પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.
અને તારે તેઓને તે કહેવું જે મેં તને કહૃયુ, પછી ભલે તે લોકો સાંભળે કે ન સાંભળે કારણ કે તેઓ તો બળવાખોર પ્રજા છે.
તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે.