Home Bibles 2 કાળવ્રત્તાંત 28:23 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 28:23 · ગુજરાતી બાઇબલ

દમસ્કના સૈન્યે તેને હાર આપી હતી, તેથી તેણે તેઓના દેવના બલિદાનો કર્યા, તેણે માન્યું કે જો એ દેવોએ અરામના રાજાઓને સહાય કરી તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેનું અને યહૂદીયાના લોકોનું મોટું નુકશાન થયું.

Cross references

2 રાજઓ 16:12

રાજાએ પાછા આવીને વેદી જોઈ, તેની પાસે જઈ, પર ચડી,

2 કાળવ્રત્તાંત 25:14

અદોમીઓને હરાવીને અમાસ્યા પાછો આવ્યો અને જે અદોમીઓના પૂતળાં સાથે લઇ આવ્યો હતો, તેની તેણે પોતાના દેવો તરીકે સ્થાપના કરી, પછી તેણે તેની પૂજા કરવાનું અને તેમની સામે ધૂપ બાળવાનું શરૂ કર્યું.

યશાયા 1:28

પણ ગુનેગારો અને પાપીઓનો એક સાથે નાશ કરવામાં આવશે. અને જેઓ યહોવાનો ત્યાગ કરશે તેઓ હતા ન હતા થઇ જશે.

યશાયા 45:20

યહોવા કહે છે, “યુદ્ધમાંથી બચી ગયેલી તમે દેશવિદેશની સર્વ પ્રજાઓ એકઠી થઇને આવો. જેઓ લાકડાની મૂર્તિઓને ઉપાડીને ફેરવે છે, તારી શકે એમ નથી એવા દેવની જેઓ પૂજા કરે છે તેઓ મૂરખ છે.

ચર્મિયા 2:25

જો જે, તારા પગની ખરી ઘસાઇ ન જાય, જો જે તારે ગળે પાણીનો શોષ ન પડે! પણ તું કહે છે, ‘એ નહિ સાંભળું મને અજાણ્યાઓ પ્રત્યે પ્રીતિ છે અને મારે તેમની પાછળ જ જવું છે.’

ચર્મિયા 10:5

ખેતરોમાં ઊભા કરેલા અસહાય ચાડિયાની જેમ તેઓના દેવ ત્યાં ઊભા રહે છે! તે બોલી શકતા નથી, તે ચાલી શકતા નથી તેથી ઊંચકીને લઇ જવા પડે છે. આવા દેવોથી ડરશો નહિ, તે કશી ઇજા કરી શકે તેમ નથી, તેમ જ કશું ભલું કરવાની પણ એમની શકિત નથી.”

ચર્મિયા 44:15

આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલી ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેમને તેમ જ મિસરમાં પાથોસમાં વસતાં બધા માણસોને યમિર્યાએ કહ્યું,

ચર્મિયા 44:20

પછી યમિર્યાએ એવો ઉત્તર આપનારા સૌ કોઇને, સ્ત્રીઓને અને પુરુષોને કહ્યું,

હોશિયા 2:7

તે પોતાના પ્રેમીઓની પાછળ જશે, પણ તે તેઓને પકડી શકશે નહિ; તે તેઓને શોધશે છતાં તેઓ તેને મળશે નહિ; ત્યારે તે કહેશે કે, હું મારા પતિને ઘેર પાછી ફરીશ, કારણકે અત્યારે મારી જે સ્થિતિ છે તેના કરતાં તેની સાથે મારી સ્થિતિ વધારે સારી હતી.

હોશિયા 13:9

હે ઇસ્રાએલવાસીઓ, જો હું તમારો વિનાશ કરીશ, તો તમને મદદ કરનાર કોણ છે?

હબાક્કુક 1:11

ત્યારબાદ તેઓ વાયુવેગે આગળ વધી અને પસાર થઇ જાય છે; શકિત તે પાપીઓના દેવ છે. તેઓ ગુનેગાર છે.”

Interlinear

Choose Theme