Home Bibles ચર્મિયા 42:18 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 42:18 · ગુજરાતી બાઇબલ

“કારણ કે આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: ‘જેમ મારો ક્રોધ અને રોષ યરૂશાલેમના વતનીઓ પર વરસ્યો હતો તેમ તે તમારા પર વરસશે જો તમે મિસર જશો તો. તમને જોઇને તે લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે; લોકો તમારી હાંસી ઉડાવશે અને તમારું નામ શાપરૂપ બની જશે. તમે ફરી કદી આ જગ્યા જોવા નહિ પામો.”‘

Cross references

પુનર્નિયમ 29:21

યહોવા ઇસ્રાએલના તમાંમ કુળસમૂહોમાંથી તેને જુદો પાડીને નિયમના ગ્રંથમાં લખેલા કરારમાંના બધા શ્રાપો અનુસાર તેના ઉપર વિનાશ ઉતારશે.

1 રાજઓ 9:7

તો હું ઇસ્રાએલીઓને જે ભૂમિ આપી છે તેમાંથી તેમને હાંકી કાઢીશ; મંદિર કે જેને મેં માંરી ખ્યાતિ માંટે સમપિર્ત કરેલું તેનો ત્યાગ કરીશ અને બધા ઇસ્રાએલીઓ બીજા બધા રાષ્ટો માંટે એક મહેણાંટોણાં અને ધૃણાનું કારણ બનશે;

2 રાજઓ 25:4

આખરે, નબૂખાદનેસ્સારના સૈન્યએ નગરના કોટમાં ગાબડું પાડયું અને તે રાત્રે તેમાંથી સિદકિયા અને તેના માણસો, બે દિવાલોની વચ્ચે આવેલા એક ગુપ્ત દરવાજામાંથી રાજાના બગીચાના માગેર્ શહેરમાં ચારે બાજુ બાબિલવાસીઓ હતાં તે છતાં પણ, રણ તરફ નાસી ગયા.

2 કાળવ્રત્તાંત 34:25

કારણ, એ લોકોએ મને છોડી દઇને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યા છે. અને પોતાનાં બધાં કૃત્યોથી મારો રોષ વહોરી લીધો છે. મારો રોષ આ જગ્યા સામે ભડભડી રહ્યો છે અને એ શાંત પડવાનો નથી.’

2 કાળવ્રત્તાંત 36:16

પણ તેમણે દેવના સંદેશવાહકોની ઠેકડી ઉડાવી, દેવના વચનોની ઉપેક્ષા કરી, અને પ્રબોધકોને હસી કાઢયા, એટલે સુધી કે આખરે તેમના ઉપર યહોવાનો રોષ એવો તો ઊતર્યો કે, કોઇ ઉપાય ન રહ્યો.

યશાયા 65:15

મારા અપનાવેલા સેવકો શાપ આપવામાં તમારા નામનો ઉપયોગ કરશે. હું મારા માલિક, યહોવા તમારું મોત નીપજાવીશ. પણ હું મારા સેવકોને નવું નામ આપીશ.

ચર્મિયા 6:11

પણ, યહોવા, હું તારા રોષથી ભર્યોભર્યો છું, હું એને અંદર સમાવી શકતો નથી.” ત્યારે યહોવાએ કહ્યું, “તો એને મહોલ્લામાં રમતાં નાનાં બાળકો પર અને ટોળે વળતા તરુંણો પર ઠાલવ, પતિ, પત્ની, અને ઘરડાઓ સુદ્ધાં બધા જ એનો ભોગ બનશે.

ચર્મિયા 7:20

તેથી આ હું યહોવા બોલું છું, “મારો રોષાગ્નિ અને મારો ક્રોધાગ્નિ આ જગ્યા પર તેમ જ ખેતરો પર ઊતરશે, અને તે હોલાવ્યો પણ હોલવાઇ જશે નહિ.”

ચર્મિયા 18:16

તેમણે પોતાના દેશના એવા ભયંકર હાલ કર્યા છે કે લોકો સદા તેનો તિરસ્કાર કરશે. જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને આભા બની માથું ધુણાવશે.

ચર્મિયા 22:10

યહૂદિયાના લોકો, જે મૃત્યુ પામ્યા છે તેને માટે ચિંતા કરશો નહિ, તેમ તેનો શોક પણ ન કરશો; પણ જે ચાલ્યો ગયો છે તેને માટે હૈયાફાટ રૂદન કરજો, કારણ તે કદી પાછો આવવાનો નથી. તે કદી ફરી જન્મભૂમિના દર્શન કરવાનો નથી.

ચર્મિયા 22:12

“તેને જ્યાં કેદ પકડીને લઇ જવામાં આવ્યો છે તે દેશમાં જ તે મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.”

ચર્મિયા 22:27

અને તમે જ્યાં પાછાં જવા માટે ઝૂરતાં હશો તે ભૂમિમાં કદી જવા પામશો નહિ.”

ચર્મિયા 24:9

“હું તે લોકોને સજા કરીશ તેમને થયેલી સજા જોઇને પૃથ્વીના બધા લોકો થથરી જશે, લોકો યહૂદિયાના લોકોની ઠેકડી ઉડાવશે, લોકો તેમના વિષે મજાક મશ્કરી કરશે અને મેં તેમને જ્યાં જ્યાં વિખેરી નાખ્યાં છે ત્યાં લોકો તેમને શાપ આપશે.

ચર્મિયા 25:9

તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે.

ચર્મિયા 26:6

તો આ મંદિરના હું શીલોહ જેવા હાલ કરીશ અને દુનિયાની પ્રત્યેક પ્રજામાં યરૂશાલેમને હું શાપરૂપ કહીશ.”‘

ચર્મિયા 29:18

હું, યુદ્ધ, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને તેઓની એવી દશા કરીશ કે, સમગ્ર દુનિયાના લોકો તે જોઇને ધ્રૂજી ઊઠશે. અને મેં તેમને જે જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા છે તે પ્રજાઓમાં એ લોકોની નામોશી અને હાંસી થશે અને તેમનું નામ શાપરૂપ લેખાશે.

ચર્મિયા 29:22

યહૂદિયાથી બાબિલ દેશવટે ગયેલા બધા માણસો કોઇ શાપ આપવા માગતા હશે ત્યારે એમ કહીને આપશે કે, ‘યહોવા તારા હાલ સિદકિયા અને આહાબ જેવા કરો, જેમને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા હતા.’

ચર્મિયા 39:1

યહૂદિયાના રાજા સિદકિયાના અમલના નવમાં વર્ષના દશમાં મહિનામાં નબૂખાદનેસ્સારે પોતાની આખી સૈના સાથે યરૂશાલેમ પર ચઢાઇ કરીને તેને ઘેરો ઘાલ્યો.

ચર્મિયા 44:12

યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે.

ચર્મિયા 52:4

સિદકિયાના રાજ્યકાળમાં નવમે વષેર્ દશમાં મહિનાના દશમાં દિવસે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે પોતાની આખી સૈના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો.

યર્મિયાનો વિલાપ 2:4

અમને તેના દુશ્મનો સમજી તેણે અમારી વિરુદ્ધ ધનુષ્ય તાણ્યુ તે અમારી પર ત્રાટકવા પોતે જ તૈયાર થયો, ને સિયોનની બધી સોહામણી વ્યકિતઓનો તેણે સંહાર કર્યો, તેણે તેનો ક્રોધ અગ્નિની જેમ વરસાવ્યો.

યર્મિયાનો વિલાપ 2:6

જ્યાં લોકો મંદિરમાં પૂજા કરતા હતા ત્યાં તેઓનો નાશ થયો, જેમ જમીન પર ઘાસનો નાશ થાય છે.બધાં વિશ્રામવારો-ઉત્સવો ભૂલાઈ ગયા. તેના ગુસ્સાથી યાજકો અને રાજા ઘૃણિત થયાં હતાં.

યર્મિયાનો વિલાપ 4:11

યહોવાએ પૂરેપૂરો પોતાનો ક્રોધ બતાવ્યો. અને તેમણે તેને આગની જેમ વરસાવ્યો હતો. સિયોન નગરીમાં એવી આગ ચાંપી હતી જે તેના પાયાને સુદ્ધાં ભરખી ગઇ.

યર્મિયાનો વિલાપ 22:22

જેમ ચાંદી ભઠ્ઠીના અગ્નિથી ઓગળી જાય તેમ તમે મારા રોષના અગ્નિથી ઓગળી જશો. ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ મારો કોપ તમારા પર રેડ્યો છે.”‘

દારિયેલ 9:11

હા, સર્વ ઇસ્રાએલે તમારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી. તેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ભયાનક શાપ અમારા પર રેડી દેવામાં આવ્યો છે, કેમકે અમે તેની વિરૂદ્ધ પાપ કર્યુ છે.

દારિયેલ 9:27

“એ સેનાપતિ અન્ય લોકો સાથે સાત દિવસનું કબૂલાતનામું બનાવશે, તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે; અને તે સમય દરમ્યાન વિનાશ નોતરશે, અને ધૃણાસ્પદ વસ્તુઓ કરશે. ત્યાં સુધી, જ્યારે અંતમાં યહોવાનો ચુકાદો તેની પર લાગુ કરવામાં આવશે.”

હોશિયા 7:16

તેઓ પાછા આવે છે, પણ મહાન દેવ ભણી, સ્વર્ગ ભણી જોવાને બદલે નિર્માલ્ય દેવો ભણી પાછા વળે છે. તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ જેવા છે. તેઓના સરદારો પોતાની તોછડી અવિવેકી જીભને કારણે તેઓ શત્રુઓની તરવારનો ભોગ થઇ પડશે અને મિસરના સર્વ લોકો તેઓની હાંસી ઉડાવશે.

નાહૂમ 1:6

યહોવાના રોષ આગળ કોણ ટકી શકે? તેના ક્રોધનો તાપ કોણ સહી શકે? તેનો ક્રોધ અગ્નિની જેમ વરસે છે અને તે ખડકોના ચૂરેચૂરા કરી નાખે છે.

ઝખાર્યા 8:13

હે યહૂદિયા અને ઇસ્રાએલના વંશજો અત્યાર સુધી વિદેશી પ્રજાઓ શાપ દેવા માટે તમારા નામનો ઉપયોગ કરતી હતી, પણ હવે હું તમને ઉગારી લઇશ, અને તમારા નામ આશીર્વાદ આપવામાં વપરાશે. ડરશો નહિ. હિંમત રાખો.”

પ્રકટીકરણ 14:10

તે વ્યક્તિ દેવનો કોપરૂપી દ્રાક્ષારસ પીશે. આ દ્રાક્ષારસ દેવના કોપના પ્યાલામાં તેની પૂર્ણ શક્તિથી તૈયાર થયો છે. તે વ્યક્તિ પવિત્ર દૂતો અને હલવાનની આગળ સળગતા ગંધકથી રિબાશે.

પ્રકટીકરણ 16:2

પ્રથમ દૂતે જગ્યા છોડી. તેણે તેનું પ્યાલું જમીન પર રેડી દીધું. પછી બધા લોકો જેઓના પર પ્રાણીની છાપ હતી અને જેઓએ તેની મૂર્તિની પૂજા કરી તેઓને પીડાકારક અને ત્રાસદાયક ગુમડાં થયાં.

Interlinear

Choose Theme