Home Bibles ચર્મિયા 28:11 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 28:11 · ગુજરાતી બાઇબલ

તેણે બધા લોકો સમક્ષ કહ્યું, “આ યહોવાના વચન છે; ‘આ જ રીતે આજથી બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ડોક પરથી ઉઠાવી લઈને ભાંગી નાખીશ.”‘એ પછી યમિર્યા મંદિરમાંથી ચાલ્યો ગયો.

Cross references

1 રાજઓ 13:18

વૃદ્વ પ્રબોધકે કહ્યું, “હું પણ તમાંરા જેવો પ્રબોધક છું;” અને આજે મને એક દેવદૂતે યહોવાનો સંદેશો આપતા કહ્યું છે કે, “માંરે તને ખોરાક અને પાણી માંટે માંરી સાથે ઘેર લઈ જવો.” હકીકતમાં વૃદ્વ પ્રબોધક તેની આગળ જૂઠ્ઠું બોલતો હતો.

1 રાજઓ 22:6

આથી ઇસ્રાએલના રાજાએ 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા. અને તેમને પૂછયું, “માંરે રામોથ-ગિલયાદ પર હુમલો કરવો કે રાહ જોવી?”તેમણે કહ્યું, “હુમલો કરો, યહોવા તેને રાજાના હાથમાં સુપ્રત કરશે.”

1 રાજઓ 22:11

આ બધાં પ્રબોધકોમાં એક પ્રબોધક સિદકિયા હતો, જે કનાઅનાહનો પુત્ર હતો. તેણે લોખંડના શિંગડા બનાવીને જાહેર કર્યું, “યહોવા કહે છે કે ‘આ લોખંડના શિંગડાઓ વાપરીને તમે અરામીઓને ઘાયલ કરશો અને અંતે તેમનો નાશ થશે.”‘

2 કાળવ્રત્તાંત 18:10

એમાંનો એક સિદકિયા કે જે કનાઅનાહનો પુત્ર હતો જેણે પોતાના માટે લોખંડના શિંગડા બનાવડાવ્યા હતા. તે બોલ્યો, “આ, યહોવાનાં વચનો છે; આવાં શિંગડાઓ વડે આપ અરામીઓને મારીને પૂરા કરી નાખશો.”

2 કાળવ્રત્તાંત 18:22

“તેથી આપ જોઇ શકો છો કે, યહોવાએ આપના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવી છે. કારણ, તેણે આપને માથે આફત ઉતારવાનું નક્કી કર્યુ છે.”

નીતિવચનો 14:7

મૂર્ખ માણસથી આઘા રહેવું, તેની પાસે તને જ્ઞાની શબ્દો સાંભળવા નહિ મળે,

ચર્મિયા 14:14

ત્યારે યહોવાએ કહ્યું, “પ્રબોધકો મારે નામે જૂઠાણું ચલાવે છે. મેં એમને મોકલ્યા નથી, મેં એમને કોઇ આજ્ઞા આપી નથી. તે પ્રબોધકો તમને ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાનાં ભ્રામક દિવ્યસ્વપ્નો સંભળાવે છે.

ચર્મિયા 23:17

જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેમને કહેવાય છે કે, “તમારી સાથે બધું સારું થશે, જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે તેમને કહે છે, કોઇ પણ આફતથી તમારે ગભરાવાની જરૂર નથી,

ચર્મિયા 27:2

“યહોવાએ મને કહ્યું, તું તારે માટે ઝૂંસરી જોડતર બનાવ અને તે તારી ડોક પર મૂક, જેમ ખેતર ખેડતા બળદની ડોક પર હોય છે.

ચર્મિયા 28:2

“સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.

ચર્મિયા 29:9

કારણ, એ લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેમને મોકલ્યા નથી,” એમ યહોવા કહે છે.

યર્મિયાનો વિલાપ 13:7

“‘બીજી બાજુ હું તો કહું છું કે, તમે જે જુઓ છો તે તો આભાસ છે, અને તમે જૂઠાણા ઘડી કાઢો છો. તમે એમ કહો છો કે એ મારાં વચન છે, પણ મેં તેમને કશું કહ્યું નથી.”‘

Interlinear

Choose Theme