“મેં સમરૂનના પ્રબોધકોમાં ઘૃણાજનક વસ્તુઓ જોઇ છે; તેઓએ બઆલ દેવને નામે પ્રબોધ કર્યો છે અને ઇસ્રાએલીઓને ખોટે માગેર્ દોર્યા છે.
Cross references
એલિયાએ જવાબ આપ્યો, “મેં નહિ, પણ તેં જ આ વિપત્તિ તારી ભૂમિ પર નોતરી છે, કારણ કે તેં અને તારા પરિવારના સભ્યોએ યહોવાની આજ્ઞાનો અનાદર કરીને બઆલની પૂજા કરી છે.
પરંતુ બઆલના 450 પ્રબોધકો અને અશેરાહના 400 પ્રબોધકો છે જેઓને ઇઝેબેલનો ટેકો છે. તેઓને કામેર્લ પર્વત પર ભેગા કરો.”
તેથી આહાબે કામેર્લ પર્વત પર બધા ઇસ્રાએલીઓને ભેગા કર્યા, અને પ્રબોધકોને પણ ભેગા કર્યા.
પછી એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “એક બળદ પસંદ કરો અને પહેલાં તમે ધરાવો, કારણ તમે સંખ્યામાં ઘણા છો, તમાંરા દેવને પ્રાર્થના કરો, પણ લાકડામાં આગ ન મૂકશો.”
એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડી લો, જોજો, એક પણ છટકી ન જાય.” લોકોએ તેમને પકડી લીધા અને એલિયા તેમને કીશોન નદીને કાંઠે લઇ ગયા અને તેઓ સર્વને ત્યાં માંરી નાખ્યાં.
પરંતુ મનાશ્શાએ યહૂદાના અને યરૂશાલેમનાં વતનીઓને ગેરમાગેર્ દોર્યા, જેથી તેમણે યહોવાએ ઇસ્રાએલીઓને ખાતર જે પ્રજાઓનું નિકંદન કાઢયું હતું તેમના કરતાં પણ ભૂંડા કાર્યો કર્યા.
આ લોકોના આગેવાનોએ તેમને અવળે માગેર્ ચડાવ્યા છે. તેમને ભૂલા પાડ્યા છે.
યાજકોએ કદી પૂછયું નથી કે, ‘યહોવા ક્યાં છે?’ શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી, લોકોના આગેવાનોએ મારી સામે બળવો કર્યો છે. પ્રબોધકોએ બઆલદેવની આરાધના કરી અને નકાંમા દેવોને ભજવામાં સમય બગાડ્યો.”
જુઓ હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું જેમના સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. મેં તેઓને મોકલ્યા નથી. અને મારા લોકને માટે તેઓની પાસે કોઇ સંદેશો નથી, જેઓ તેમના માટે કઇક છે.” એમ યહોવા કહે છે.
યહોવા કહે છે, “વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ મારા લોકોની બુદ્ધિ હરી લે છે.
વ્યભિચારના ભૂતે તેમને ગેરમાગેર્ દોરવ્યા છે.
શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે; ઇસ્રાએલ તે જાણશે; ‘પ્રબોધકો ઘેલા છે’, “જે માણસમાં દેવનો આત્મા છે તે માનસિક રીતે અસ્થિર છે.”-તેવી તેઓ મશ્કરી કરે છે. સમગ્ર દેશ પાપના ભારથી દબાયેલો છે. દેવને પ્રેમ કરનારા લોકો પ્રત્યે તેઓ ધિક્કાર જ પ્રદશિર્ત કરે છે.
આ બધાનું કારણ છે કે યાકૂબના અપરાધો અને ઇસ્રાએલના કુળના અપરાધો યાકૂબનો અપરાધ છે સમરૂન! યહૂદિયાનું ઉચ્ચસ્થાન છે યરૂશાલેમ!