1 રાજઓ 18:20 · ગુજરાતી બાઇબલ
તેથી આહાબે કામેર્લ પર્વત પર બધા ઇસ્રાએલીઓને ભેગા કર્યા, અને પ્રબોધકોને પણ ભેગા કર્યા.
Cross references
1 રાજઓ 22:6
આથી ઇસ્રાએલના રાજાએ 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા. અને તેમને પૂછયું, “માંરે રામોથ-ગિલયાદ પર હુમલો કરવો કે રાહ જોવી?”તેમણે કહ્યું, “હુમલો કરો, યહોવા તેને રાજાના હાથમાં સુપ્રત કરશે.”
1 રાજઓ 22:9
આથી ઇસ્રાએલના રાજાએ પોતાના એક અમલદારને બોલાવી કહ્યું, “મીખાયાને તાત્કાલિક બોલાવી લાવ.”
ચર્મિયા 23:13
“મેં સમરૂનના પ્રબોધકોમાં ઘૃણાજનક વસ્તુઓ જોઇ છે; તેઓએ બઆલ દેવને નામે પ્રબોધ કર્યો છે અને ઇસ્રાએલીઓને ખોટે માગેર્ દોર્યા છે.