આ યહોવાના હુકમો છે: ધ્યાન રાખજો કે વિશ્રામવારને દિવસે કોઇ બોજો ઉપાડશો નહિ કે યરૂશાલેમના દરવાજામાં થઇને અંદર લાવશો નહિ.
Cross references
“વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો.
ઇસ્રાએલી પ્રજા અરણ્યમાં હતી ત્યારે એક વ્યક્તિ વિશ્રામવારે લાકડાં વીણતાં પકડાઈ ગયો.
પણ ધ્યાન રાખીને સાવધ રહેજો, તમે તમાંરી સગી અંાખે જે જોયું છે તે ભૂલી જશો નહિ, અને મૃત્યુ પામો ત્યાં સુધી તેને તમાંરા મનમાંથી દૂર કરશો નહિ, પરંતુ તમાંરા સંતાનોને અને તેમનાં સંતાનોને એ શીખવજો.
“સાવધાન રહેજો. જે દિવસે તમે હોરેબમાં યહોવાને અગ્નિમાંથી તમાંરી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે દેવની કોઈ આકૃતિ જોઈ નહોતી,
પણ સાવધાન! તમાંરા દેવ યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને ભૂલશો નહિ, તમાંરા દેવ યહોવાએ જેની સ્પષ્ટ મનાઈ કરી છે એવી કોઈ પણ મૂર્તિ બનાવશો નહિ.
“પણ જોજો, સાવધ રહેજો, તમાંરું હૃદય ભોળવાઈ જઈને આડે રસ્તે ચઢીને બીજા દેવોની સેવામાં લાગી ન જાય.
તેથી તમાંરા દેવ યહોવા ઉપર પ્રેમ રાખવાની બાબતમાં કાળજી રાખજો.
એક દિવસ હું જ્યારે બહાર યહૂદામાં હતો, ત્યારે મેં કેટલાક લોકોને સાબ્બાથના દિવસે દ્રાક્ષા પીલવાનું કામ કરતા જોયા તથા અનાજની ગુણો અંદર લાવી ગધેડા પર લાદતાં હતાં અને સાબ્બાથના દિવસે દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરૂશાલેમમાં લાવતાઁ જોયા. તેથી મેં તેમને ત્યાં જ ચેતવણી આપી અને એ બધી વસ્તુઓ વેચવાની મનાઇ કરી.
તેથી મેં તેઓને આજ્ઞા કરી કે શુક્રવારની રાતે અંધારું થતાં નગરના દરવાજાઓ બંધ કરવામાં આવે અને સાબ્બાથનો દિવસ પૂરો થાય ત્યાં સુધી તેને ઉઘાડવામાં ન આવે. મારા કેટલાક સેવકોને મેં દરવાજા આગળ ગોઠવી દીધા કે જેથી સાબ્બાથે કોઇ પણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે.
કોઇપણ બીજી વસ્તુ કરતાં સૌથી વધારે તારાં હૃદયની કાળજી રાખજે. કારણ એમાંથી જ જીવનમાં ઝરણાં વહે છે.
જો તમે પવિત્ર વિશ્રામવારને પાળશો અને તે દિવસે તમારો પોતાનો ધંધો તથા મોજમજા કરશો નહિ, પણ તમે વિશ્રામવારને આનંદોત્સવનો યહોવાનો પવિત્ર દિવસ જાણીને, તે વિષે આનંદથી બોલશો અને તમારાં કાર્યો બંધ રાખીને યહોવાનો આદર કરશો, તેમ જ તમારી પોતાની ઇચ્છાઓને અને આનંદપ્રમોદને અનુસરસો નહિ અને કૂથલી નહિ કરતાં, તેને માન આપશો.
વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઇ કામ કરશો નહિ! તમારા પિતૃઓને મેં આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો.
તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે.
તેથી તમે કેવી રીતે ધ્યાનથી સાંભળો છો તે માટે સાવધાન બનો. જે વ્યક્તિ પાસે થોડીક સમજશક્તિ હશે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે વ્યક્તિ પાસે સમજશક્તિ નહિ હોય, તેની પાસેથી તેના ધારવા મુજબ જે થોડી સમજશક્તિ હશે તે પણ તે ગુમાવશે.”
પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ.જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો.
તમારી જાત માટે તથા દેવ જે બધા લોકો તમને આપ્યા છે તેઓને માટે સાવધાન રહો. પવિત્ર આત્માએ આ ઘેટાં જેવા ટોળાની (દેવનાં લોકો) કાળજી રાખવાનું કામ તમને સોંપ્યું છે. તમારે દેવની મંડળી માટે ભરવાડો જેવા બનવું જોઈએ. આ તે મંડળી છે જે દેવે તેના પોતાના લોહીથી ખરીદી છે.
આથી આપણને જે કઈ સત્ય શીખવવામાં આવ્યું છે તેના તરફ ખૂબજ કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ જેથી આપણે સત્યના માર્ગથી દૂર ફંટાઇ ન જઇએ.
સાવધ રહો, તમારામાંથી કોઈ દેવની કૃપા મેળવવામાં નિષ્ફળ ન જાય, કોઈ તમારામાં કડવાશના બી ના ઉગાડે. કારણ કે તેવા માણસો ઘણા લોકોના જીવન બરબાદ કરી શકે છે.