Home Bibles ☰ Books પુનર્નિયમ 4:23 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 4:23 · ગુજરાતી બાઇબલ

પણ સાવધાન! તમાંરા દેવ યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને ભૂલશો નહિ, તમાંરા દેવ યહોવાએ જેની સ્પષ્ટ મનાઈ કરી છે એવી કોઈ પણ મૂર્તિ બનાવશો નહિ.

Cross references

નિર્ગમન 20:4

“તમાંરે આકાશમાંથી કે પૃથ્વી ઉપરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમાં બનાવવી નહિ.

પુનર્નિયમ 4:9

પણ ધ્યાન રાખીને સાવધ રહેજો, તમે તમાંરી સગી અંાખે જે જોયું છે તે ભૂલી જશો નહિ, અને મૃત્યુ પામો ત્યાં સુધી તેને તમાંરા મનમાંથી દૂર કરશો નહિ, પરંતુ તમાંરા સંતાનોને અને તેમનાં સંતાનોને એ શીખવજો.

પુનર્નિયમ 4:15

“સાવધાન રહેજો. જે દિવસે તમે હોરેબમાં યહોવાને અગ્નિમાંથી તમાંરી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે દેવની કોઈ આકૃતિ જોઈ નહોતી,

પુનર્નિયમ 5:2

આપણા દેવ યહોવાએ આપણી સાથે હોરેબમાં કરાર કર્યો હતો.

પુનર્નિયમ 6:12

“ખબરદાર રહેજો, રખેને મિસર એટલે કે ગુલામીના દેશમાંથી તમને કાઢી લાવનાર યહોવાને તમે ભૂલી જાવ.

પુનર્નિયમ 16:22

તેમજ કોઈ પૂજાસ્તંભ ઊભો કરવો નહિ. કારણ કે; તમાંરા દેવ યહોવા તેઓને ધિક્કારે છે.

પુનર્નિયમ 27:9

પછી મૂસાએ તથા લેવી યાજકોએ તમાંમ ઇસ્રાએલીઓને કહ્યું, “હે ઇસ્રાએલી બંધુઓ, શાંત થાઓ, અને સાંભળો. આજે તમે તમાંરા દેવ યહોવાની પોતાની પ્રજા માંટે બની ગયા છો.

પુનર્નિયમ 27:15

‘શ્રાપિત છે તે વ્યકિત જે ખોટા દેવ બનાવે છે, પછી તે કોતરેલી પ્રતિમાં હોય અથવા ધાતુની મૂર્તિ હોય અને તેની ગુપ્ત રીતે પૂજા કરે, કારણ કે મનુષ્યસજિર્ત દેવોનો યહોવા ધિક્કાર કરે છે.’“અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.

પુનર્નિયમ 29:25

તેઓને પ્રત્યુત્તર મળશે, ‘તેઓના પિતૃઓના દેવ યહોવા તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરારને એ લોકોએ ફગાવી દીધો,

પુનર્નિયમ 31:20

જે દેશ મેં એમના પિતૃઓને આપવાનું વચન આપ્યું હતું ત્યાં હું તેમને લઈ જઈશ ત્યારે તે દૂધ અને મધથી ઉભરાતો હશે, તેઓને જેટલું ખાવું હોય તેટલું ખાશે, કે જ્યાં સુધી સંપૂર્ણ તૃપ્ત ન થાય. અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેમની પૂજા કરશે, એમ તેઓ માંરી અવજ્ઞા કરીને માંરા કરારનો ભંગ કરશે.

યહોશુઆ 23:11

તેથી તમાંરા દેવ યહોવા ઉપર પ્રેમ રાખવાની બાબતમાં કાળજી રાખજો.

યહોશુઆ 23:16

જો તમે યહોવા દેવનો કરાર જાણવવા નિષ્ફળ થાવ જે તેણે આજ્ઞા કરી હતી અને જો તમે બીજા દેવોને પૂજોઅને તેઓને નમો, તો યહોવા તમાંરી સાથે ગુસ્સે થશે અને તુરંત જ તમને આ ભૂમિ જે ફળદ્રુપ છે જે તેણે તમને આપી છે તેમાંથી દબાણ કરી બહાર કાઢશે.”

2 રાજઓ 17:38

યહોવાએ જણાવ્યું હતું, “મેં તારી સાથે જે કરાર કર્યો છે; તેને તારે કદી ભૂલવાનો નથી, અને તેથી તારે અન્ય દેવોની પૂજા કદી કરવી નહિ.

1 કાળવ્રત્તાંત 16:15

જે આજ્ઞા, તેણે હજારો પેઢીઓને આપી હતી, તે કરારને તમે સદાકાળ યાદ રાખજો.

યશાયા 24:5

પૃથ્વી તેના વસનારાઓથી ષ્ટ થઇ છે, કારણ કે તેમણે નિયમનું ઉલ્લંધન કર્યુ છે, અને કાયદાઓ તોડ્યાં છે. તેઓએ દેવ સાથેના સનાતન કરારનો ભંગ કર્યો છે.

Interlinear

Choose Theme