Home Bibles યશાયા 61:11 · ગુજરાતી બાઇબલ
યશાયા 61:11 · ગુજરાતી બાઇબલ

જેવી રીતે પૃથ્વી તેની વનસ્પતિઓનું નવ સર્જન કરે છે, અથવા એક બગીચો તેમાં રોપેલા બીજાને ઉગાડે છે, યહોવા જગતની પ્રજાઓને પોતાનો ન્યાય અને મહિમા બતાવશે.”

Cross references

ઊત્પત્તિ 1:11

પછી દેવેે કહ્યું, “પૃથ્વી વનસ્પતિ પેદા કરો: અનાજ આપનાર છોડ અને ફળ આપનાર વૃક્ષો પેદા કરો. પ્રત્યેકમાં પોતપોતાની જાતનાં બીજ થાઓ. આ પ્રકારના છોડ પૃથ્વી પર પેદા થાઓ.” અને એ પ્રમાંણે થયું.

ગીતશાસ્ત્ર 72:3

પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ, આબાદી ને સમૃદ્ધિ લાવશે.

ગીતશાસ્ત્ર 72:16

દેશમાં પર્વતોનાં શીખરો પર પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે, તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ, ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.

ગીતશાસ્ત્ર 85:11

પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.

સભાશિક્ષક 4:16

હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા, અને હે દક્ષિણના વાયુ, તું આવ, મારા બગીચામાં થઇને તું પસાર થા, જેથી તેની સુવાસ સર્વત્ર ફેલાય, મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે અને તેના શ્રે ફળો આરોગે.

યશાયા 45:8

હે આકાશો, તમે ઉપરથી વરસો, હે વાદળાંઓ, તમે ન્યાયીપણાની વૃષ્ટિ કરો; ધરતી ઊઘડી જાય, ને તેમાંથી તારણ ઉદ્ભવો; ન્યાયના ફૂલો ખીલી ઊઠો! હું યહોવા આ બધું કરું છું.

યશાયા 55:10

“જેમ વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે, અને ધરતીને જળથી સીંચ્યા વગર પાછા વળતા નથી; તેથી જ ધરતી ફૂલેફાલે છે અને વાવવા માટે બીજ અને ખાવા માટે અનાજ આપે છે.

યશાયા 58:11

હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.

યશાયા 60:18

તારી ભૂમિમાં હિંસાનું, વિનાશનું કે પાયમાલીનું નામ સાંભળવા નહિ મળે. તમારી ભીતો ‘તારણ’ કહેવાશે અને તમારા દરવાજાઓ ‘સ્તુતિ’ કહેવાશે.

યશાયા 62:1

“હું સિયોન પર પ્રેમ કરું છું. યરૂશાલેમનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી હું મૂંગો નહિ રહું. તેનો વિજય મશાલની જેમ ભભૂકી ન ઊઠે ત્યાં સુધી હું દેવને પોકારવાનું બંધ નહિ કરું, અને હું વિશ્રામ લઇશ નહિ.

યશાયા 62:2

સર્વ પ્રજાઓ તારું ન્યાયીપણું જોશે. તારા મહિમાથી તે રાજાઓની આંખો અંજાઇ જશે; અને યહોવા તને એક નવું નામ આપશે.

યશાયા 62:7

અને જ્યાં સુધી યહોવા યરૂશાલેમની ફરી પ્રતિષ્ઠા કરી તેને પૃથ્વી પર પ્રશંસાનું પાત્ર ન બનાવે, ત્યાં સુધી તેને જંપવા દેશો નહિ.

માથ્થી 13:3

ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો.

માથ્થી 13:8

કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા.

માથ્થી 13:23

“સારી જમીન ઉપર પડેલા બી નો અર્થ એ છે કે જે વ્યક્તિ આ ઉપદેશ સાંભળે છે અને સમજે છે તે તેનાં ફળ પામે છે અને કોઈવાર તે જીવનમાં સો ગણાં, કોઈવાર સાઠ ગણાં અને કોઈવાર ત્રીસ ગણાં ફળ ધારણ કરે છે.”

માર્ક 4:26

પછી ઈસુએ કહ્યું, ‘દેવનું રાજ્ય એક માણસ જમીનમાં બીજ વાવે છે તેના જેવું છે.

1 પિતરનો પત્ર 2:9

પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.

Interlinear

Choose Theme