હે આકાશો, તમે ઉપરથી વરસો, હે વાદળાંઓ, તમે ન્યાયીપણાની વૃષ્ટિ કરો; ધરતી ઊઘડી જાય, ને તેમાંથી તારણ ઉદ્ભવો; ન્યાયના ફૂલો ખીલી ઊઠો! હું યહોવા આ બધું કરું છું.
Cross references
“તેં સાંભળ્યું નથી પણ મેં વિચારી જ રાખ્યું હતું. પ્રાચીન કાળથી મેં એની યોજના કરી હતી અને અત્યારે મેં એ પરિપૂર્ણ કરી છે. મેં તને કિલ્લેબંધ શહેરોને ખંડેરોમાં બદલવા દીધા હતાં.
પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ, આબાદી ને સમૃદ્ધિ લાવશે.
જેમ ખેતરો પર વરસાદ પડે છે, વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે. બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
હા, યહોવા ‘કલ્યાણ’ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
તે દિવસે યહોવા ઇસ્રાએલનાઁ વૃક્ષો અને ખેતરોને સુંદર અને મબલખ પાકથી ભરી દેશે. અને જમીનની પેદાશ ઇસ્રાએલના બચી ગયેલા માણસો માટે અભિમાન અને ગૌરવનો વિષય બની રહેશે.
દાઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે.
પરંતુ છેવટે દેવ આપણા પર સ્વર્ગમાંથી ચૈતન્ય વરસાવસે, અને ત્યાર પછી રણ પ્રદેશ ખેતીની જમીન જેવો ફળદ્રુપ બની જશે અને ખેતર ભૂમિ જંગલ જેવી ફળદ્રુપ બની જશે.
“હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ.
તને ઘડનારા, તારા મુકિતદાતા યહોવા એમ કહે છે, “સર્વનો સર્જનહાર હું યહોવા છું; મેં એકલાએ આકાશોને વિસ્તાર્યા છે. મેં જ્યારે આ પૃથ્વીને પાથરી ત્યારે મારી મદદમાં કોણ હતું?”
તમે માનો છો કે વિજય દૂર છે, પણ હું વિજય નજીક લાવી રહ્યો છું. એ દૂર નથી. હું જે મુકિત લાવનાર છું તેમા હવે વિલંબ થાય એમ નથી. હું સિયોનને મુકત કરીશ, અને મારા ગૌરવ સમા યરૂશાલેમ તથા ઇસ્રાએલને હું પુન:સ્થાપિત કરીશ.”
તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ.
વળી તમારા સર્વ લોકો ધામિર્ક થશે. તેઓ સદાકાળ પોતાના દેશનું વતન પામશે, કારણ કે હું મારા પોતાના હાથે તેઓને ત્યાં સ્થાપીશ; અને એમ મારો મહિમા થશે.
તેણે મને સૌ દુ:ખીઓને સાંત્વના આપવા, તેમનો શોક હર્ષમાં ફેરવવા, એમનાં ભારે હૈયાને સ્તુતિનાં ગીતો ગાતાં કરવા મોકલ્યો છે. એ લોકો યહોવાએ પોતાના મહિમા માટે રોપેલાં ‘ધર્મનાં વૃક્ષો કહેવાશે.’
જેવી રીતે પૃથ્વી તેની વનસ્પતિઓનું નવ સર્જન કરે છે, અથવા એક બગીચો તેમાં રોપેલા બીજાને ઉગાડે છે, યહોવા જગતની પ્રજાઓને પોતાનો ન્યાય અને મહિમા બતાવશે.”
યહોવા કહે છે, “જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું. પહેલાની સૃષ્ટિને કોઇ સંભારશે નહિ, તેનું કોઇને સ્મરણ પણ નહિ થાય.
“હું જે નવું આકાશ અને નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી નજર સમક્ષ કાયમ રહેશે, તેમ તમારા વંશજો અને તમારું નામ પણ કાયમ રહેશે.
હે જક્કી ભટકી ગયેલી દીકરી, તું ક્યાં સુધી અવઢવમાં રહીશ? કેમકે યહોવાએ પૃથ્વી પર એક નવી વાત પેદા કરી છે. કોઇ સ્ત્રી પુરુષનું રક્ષણ કરે તેવી તે અદ્વિતીય વાત છે.”
મારી ટેકરીની આસપાસ હું મારા લોકોને ત્યાં વસાવીશ અને તેઓનાં ઘરોને આશીર્વાદ આપીશ. અને હું ઋતુ પ્રમાણે વરસાદ વરસાવીશ અને વરસાદ આશીર્વાદ લાવશે.
મેં કહ્યું,”પોતાને સારુ સત્કમોર્ વાવો અને સાચા પ્રેમના ફળ લણો, તમારા હૃદયની કઠણ જગ્યાઓને ખેડો. યહોવાને શોધવાનો સમય થઇ ગયો છે જ્યાં સુધી યહોવા આવે અને તમારા પર ભલમનસાઇ વરસાવે.
હું ઇસ્રાએલને માટે ઝાકળ જેવો થઇશ; તે કમળની જેમ ખીલશે, લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ હજુ ઊંડા જશે,
“ત્યાર પછી, હું મારો આત્મા બધા લોકો પર રેડીશ. તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે, તમારા ઘરડાંઓ સ્વપ્નો જોશે અને યુવાનોને સંદર્શનો થશે.
“તે દિવસે પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે અને ડુંગરોમાંથી દૂધ વહેશે. યહૂદાની સુકાઇ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા યહોવાના મંદિરમાંથી ઝરો નીકળશે.
ઈસુનો આકાશમાં લઈ જવામાં આવેલ છે. તેથી ઈસુ દેવની જમણી બાજુએ દેવની સાથે છે. પિતાએ (દેવ) હવે ઈસુને પવિત્ર આત્મા આપેલ છે. દેવે જે વચન આપ્યું હતું તે પવિત્ર આત્મા છે. તેથી હવે ઈસુ તે આત્મા રેડી રહ્યો છે. તમે જે જુઓ છે અને સાંભળે છો તે આ છે.
મેં બીજ વાવ્યાં અને અપોલોસે તેને પાણી સિંચ્ચુ. પરંતુ દેવે તે બીજ અંકુરિત કર્યુ.
દેવે આપણને જેવા બનાવ્યા, તેવા આપણે છીએ. કારણ કે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિષે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ.
અને નવું માણસપણું જે દેવની ઈચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સજાર્યેલુ છે. તે ધારણ કરો.
ભૂતકાળમાં તો આપણે પણ મૂર્ખ લોકો હતા. આપણે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા હતા, આપણે ખોટા હતા, અને આપણાં શરીરની ઈચ્છાને આધીન થઈ આપણે અનેક પ્રકારનો ભોગ વિલાસ ભોગવતા હતા, અને આપણે તે ઈચ્છાઓ અને વિલાસના ગુલામ હતા. આપણે દુષ્ટ કાર્યોવાળું અને ઈર્ષ્યાળુ જીવન જીવતા હતા. લોકો આપણને ધિક્કારતા હતા અને આપણે એકબીજાને ધિક્કારતા હતા.