Home Bibles યશાયા 51:8 · ગુજરાતી બાઇબલ
યશાયા 51:8 · ગુજરાતી બાઇબલ

માટે જેમ જીવાત કપડાંનો નાશ કરે છે અને કંસારી ઊનને કોતરી કાઢે છે. તેમ તેઓનો નાશ થશે, પણ મારો ન્યાય સદાકાળ ટકી રહેશે અને મારું તારણ પેઢી દર પેઢી રહેશે.”

Cross references

અયૂબ 4:19

તો વસ્તુત: લોકો વધારે ખરાબ છે! લોકો પાસે માટીના ઘરો જેવા શરીર છે. તેમના પાયા ગંદવાડમાં હોય છે. તેઓને કચરીને મારવું તે પતંગિયા મારવા કરતાં પણ સહેલું છે.

અયૂબ 13:28

જો કે હું નીચે પડી સડી ગયેલ વૃક્ષ જેવો છું અને ઊધઇથી ખવાઇ ગયેલા વસ્ર જેવો છું.”

યશાયા 45:17

પરંતુ ઇસ્રાએલને યહોવાએ ઉગારી લીધું છે. સદાને માટે ઉગારી લીધું છે, તેનો ફજેતો કદી નહિ થાય, તેને કદી શરમાવું નહિ પડે.

યશાયા 46:13

તમે માનો છો કે વિજય દૂર છે, પણ હું વિજય નજીક લાવી રહ્યો છું. એ દૂર નથી. હું જે મુકિત લાવનાર છું તેમા હવે વિલંબ થાય એમ નથી. હું સિયોનને મુકત કરીશ, અને મારા ગૌરવ સમા યરૂશાલેમ તથા ઇસ્રાએલને હું પુન:સ્થાપિત કરીશ.”

યશાયા 50:9

જુઓ, યહોવા મારા દેવ મને સહાય કરશે, પછી મને અપરાધી ઠરાવી શકે એવો કોણ છે? જેમ જીવાત જૂના કપડાંને ખાઇ જાય છે, તેમ મારા સર્વ શત્રુઓનો નાશ થશે!

યશાયા 51:6

ઊંચે આકાશ તરફ જુઓ અને નીચે પૃથ્વી તરફ નજર કરો! આકાશ ધુમાડાની જેમ અલોપ થઇ જશે, અને પૃથ્વી વસ્ત્રની જેમ ર્જીણ થઇ જશે, અને તેના લોકો મચ્છરની જેમ મરી જશે. પરંતુ મારું તારણ સદાકાળ રહેશે, મારા ન્યાયનો ક્યારેય અંત નહિ આવે;

યશાયા 54:9

દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે, જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે, હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું. તેમ આજે હું તને વચન આપું છું કે, ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં, કે તને ઠપકો દઇશ નહિ.”

યશાયા 66:24

“અને તેઓ બહાર જશે ત્યારે મારી સામે બળવો કરનારાંના મુડદાં તેઓ જોશે; કારણ કે તેઓનો કીડો કદી મરનાર નથી; તેઓનો અગ્નિ ઓલવાશે નહિ; અને તેઓ સમગ્ર માણસજાતને ધિક્કારપાત્ર થઇ પડશે.” 

દારિયેલ 9:24

“તમારા લોકો માટે અને તમારી નગરી માટે સિત્તેર અઠવાડિયાં નક્કી થયાં છે, જેમાં દુષ્કૃત્યો બંધ કરવાના છે, પાપનો અંત લાવવાનો છે, અપરાધોની સજા ભોગવવાની છે. અને સૌથી પવિત્રને સમપિર્ત થવાનું છે.

હોશિયા 5:12

આથી હું ઇસ્રાએલ અને યહૂદાને ઊધઇ અને કીડાની જેમ કોરી ખાઇશ.

લૂક 1:50

જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.

Interlinear

Choose Theme